તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દિવાળીની રજામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓ ઉમટયા : ભારે ઘસારો
પાંચ દિવસમાં ૫૪,૧૨૧ મુલાકાતીઓથી રૂ.૧૧.૭૬ લાખની આવકઃ બેસતા વર્ષે સર્વાધિક ૧૫,૪૨૬ મુલાકાતીઓ નોંધાયા

રાજકોટઃ તા.૧૩: દિવાળીના તહેવારો અને રજાના માહોલ વચ્ચે રાજકોટના ્પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તા. ૮થી ૧૨ નવેમ્બર દરમિયાન પાંચ દિવસમાં કુલ ૫૪,૧૨૧ મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓની પ્રવેશ ફી સહિત ઝૂને કુલ રૂ.૧૧,૭૬,૪૩૦ની આવક થઈ છે.
રજાના દિવસોમાં પરિવાર સાથે ફરવા નીકળેલા શહેરીજનો ઉપરાંત રાજકોટ બહારથી આવેલા પ્રવાસીઓ માટે પણ પ્રદ્યુમન પાર્ક ઝૂ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પાંચ દિવસ પૈકી તા.૧૦ નવેમ્બરે સૌથી વધુ ૧૫,૪૨૬ મુલાકાતીઓ નોંધાયા હતા અને આ દિવસે ઝૂને સર્વાધિક રૂ.૩,૨૪,૩૨૦ની આવક થઈ હતી.
તા.૯ નવેમ્બરે ૧૧,૭૪૩, તા.૧૧ નવેમ્બરે ૧૧,૯૯૫ અને તા.૧૨ નવેમ્બરે ૧૦,૮૬૩ મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી. જ્યારે તા.૮ નવેમ્બરે ૪,૦૯૪ મુલાકાતીઓ નોંધાયા હતા. આમ પાંચ દિવસ દરમિયાન મુલાકાતીઓની સંખ્યા ૫૪ હજારને પાર થઈ હતી.
બેસતા વર્ષે મુલાકાતીઓનો રેકોર્ડ ધસારો
પાંચ દિવસના આંકડામાં તા.૧૦ નવેમ્બરે સર્વાધિક ૧૫,૪૨૬ મુલાકાતીઓ નોંધાયા હતા. આ દિવસે થયેલી રૂ.૩.૨૪ લાખની આવક પણ પાંચ દિવસમાં સૌથી વધુ રહી હતી.

(3:56 PM IST)










