તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
મેટોડામાં દસ હજાર રૂપિયાનું દેણું થઇ જતાં વિવેકે એસિડ પી લીધું

રાજકોટ તા. ૨૬: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧માં રહેતાં વિવેક પંકજભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામના યુવાને સાંજે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. વિવેક બે ભાઇમાં મોટો છે અને પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. દસેક હજાર રૂપિયાનું દેણું થઇ જતાં ટેન્શનમાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્યું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
(11:04 AM IST)










