<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

દારૂ, મારામારીમાં સામેલ વિવેક એમડી ડ્રગ્‍સ સાથે ઝડપાયોઃ મોરબીના નરેન્‍દ્રનું નામ ખુલ્‍યુ

સોખડા ચોકડી પાસે એસઓજીનું ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઓપરેશન પીઆઇ એન.બી. ચોૈધરી, પીએસઆઇ એમ.વી. જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ તા.૨૩: રાજકોટમાં માદક પદાર્થોનું સેવન કરતા અને વેંચનાર શખ્‍સો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્‍યારે શહેરની ભાગોડે સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ ઉપરથી એસઓજીએ એમ.ડી. ડ્રગ્‍સ સાથે અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્‍સને દબોચી લઇ રૂા.૬૫ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

એસ.ઓ.જી.ના પી.આઇ. એન.બી. ચૌધરીની રાહબારીમાં પીએસઆઇ એમ.વી. જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડ કોન્‍સ. યોગરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને સંયુકત બાતમી મળી હતી કે, અગાઉ દારૂ અને મારામારીના કેસમાં પકડાયેલો વિવેક દિનેશભાઇ સોનરાત એકટીવા લઇને સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફના રોડ પર નિકળવાનો છે અને તેની પાસે એમ.ડી. ડ્રગ્‍સનો જથ્‍થો છે જેને લઇ એસઓજીની ટીમે સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોડ ઉપર ભારત પેટ્રોલ પંપની સામેના ભાગે વોચ ગોઠવી હતી. દરમીયાન મોડી રાત્રે બાતમી મુજબનું એકટીવા નિકળતા તેને અટકાવી ચાલકની પુછતાછ કરતા પોતાનું નામ વિવેક ઉર્ફે બારોટ દિનેશભાઇ સોનરાત (ઉ.વ.રપ રહે. માલીયાસણ ગામે, પુજાપાર્ક, વિનાયક-૧ એપાર્ટમેન્‍ટ) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે તેની ઝડપી કરતા ખીસ્‍સામાંથી રૂા. ૩૦,૮૧૦ ની કિંમતનો ૧૦.૧૭ ગ્રામ મેફેરોનનો જથ્‍થો મળી આવતા ડ્રગ્‍સ ઉપરાંત ફોન અને એકટીવા મળી કુલ રૂા. ૬પ૮૧૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

પુછતાછમાં આરોપીને આ જથ્‍થો મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે સીરામીક સીટી વિંગ આઇમાં રહેતાં મુળ કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામના નરેન્‍દ્રભાઇ પાચાભાઇ રામોલીયા પાસેથી વેંચવા માટે લાવ્‍યાની કેફીયત આપતા પોલીસે કુવાડવા રોડ પોલીસ મથકમાં એનડીએસ એકટ હેઠળ બને શખ્‍સો સામે ગુનો દાખલ કરાવી ફરાર નરેન્‍દ્રની શોધખોળ શરૂ કરી છે.

આ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ પો. ઇ. એન. બી. ચૌધરી, એસઓજી શાખાના પો. સ. ઇ. એમ. વી. જાડેજા, એ.એસ.આઇ. અરૂણભાઇ બાંભણીયા, પો. હેઙ કો. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, પો. કો. અનોપસિંહ ઝાલા, ધૃવરાજસિંહ ગોહિલ, પો. હેડ કો. મહાવીરસિંહ જાડેજા, પો. કો. નિર્મળસિંહ ઝાલાએ કરી હતી. જયારે પ્રાથમિક પરીક્ષણ કરી એફ. એસ. એલ. અધિકારી કે. એમ. તાવીયાએ અભિપ્રાય આપ્‍યો હતો.

(3:05 PM IST)