News of Friday, 25th September 2026
દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા PDM ખાતે મતદાર જાગૃતિ અભિયાન

રાજકોટ, દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા આજ રોજ સેવા સંકલ્પ અભીયાન અંતર્ગત વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પી.ડી.માલવીયા કોમર્સ કોલેજ ખાતે મતદાર જાગળતી કાર્યક્રમ અને ન્યુ વોટર્સ રજીસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર રાજકોટ શહેર દક્ષિણ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહિમાં મતદાનનું મહત્વ તેમજ ECINET મોબાઇલ એપ્લીકેશન વિશે માહીતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં પી.ડી.માલવિયા કોલેજના આચાર્ય કમલેશ જાની, પ્રોફેસર વોરા, મામલતદારશ્રી રાજેન્દ્રસિંહ સરવૈયા, નાયબ મામલતદાર અમરદીપ સિંહ વાઘેલા, ટ્રેનર શ્રી રાકેશકુમાર રાજ્યગુરુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(3:43 PM IST)










