News of Saturday, 25th April 2026
વોર્ડ નં.૧ના મતદારો ભાજપ સાથે અડીખમ
ન વાદ ન વિવાદ... સોનો સાથ સહુનો વિકાસ એ જ ઉમેદવારોનો લક્ષ્યાંક : ભાજપના ઉમેદવારો જયરાજસિંહ જાડેજા, ડો.પરેશ ઠાકર, અંજનાબેન મોરઝરીયા તથા શ્રીમતિ સેજલબેન ચોૈધરીને લોકસંપર્કમાં પ્રચંડ બહુમતીથી જીતાડવાનો મતદારોનો સંકલ્પ

રાજકોટ તા.૨૫: આવતીકાલે યોજાનાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.૧ના ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં મતદારોએ ભાજપ સાથે અડીખમ રહેવાનો નિર્ધાર કરી પ્રચંડ બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતો.
રાષ્ટ્રસેવા પરમો ધર્મના મંત્ર સાથે માનવ ત્યાં સુવિધાની નેમથી વોર્ડ નં.૧માં છેલ્લા ૧૦ વર્ષથી પ્રજા સાથે વ્યાપક સંપર્કમાં રહેતા ભાજપના ઉમેદવાર જયરાજસિંહ ગજુભા જાડેજા વોર્ડના લોકોની વધુ સુખાકારી માટે તત્પર છે. તેઓ અગાઉ વોર્ડ નં.૧ના પ્રમુખ તથા મહામંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોક પ્રશ્નનો ઉકેલ લાવી વોર્ડ નં.૧ના વિકાસકાર્યમાં હંમેશા મોખરે રહયા છે. બીજા ઉમેદવાર ડો.પરેશભાઇ ઠાકર બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયને રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડાયને જીવનભર રાષ્ટ્રસેવાને પ્રથમ સ્થાન આપ્યુ છે. રાજકોટની મેડીકલ કોલેજ અપાવાના આંદોલનમાં ડો.પરેશ ઠાકરે મહત્વની ભુમિકા ભજવી છે. કોઇપણ કાર્ય માટે ના નહિ કહેતા સેવાભાવ ૧૦૮ જેવી ઝડપી કામગીરી અને જનતાના પ્રશ્નો ઉકેલવા ડો. પરેશ ઠાકર ઉત્સુક છે. તેઓ હાલમાં રેવન્યુ અને સિવીલ ક્ષેત્રે સિનીયર એડવોકેટ તરીકે સેવા આપી રહયા છે.
જયારે સંસ્કાર, સેવા, સમર્પણના પ્રતીક એવા શ્રીમતિ અંજનાબેન અલ્પેશભાઇ મોરઝરીયા અગાઉ વોર્ડ નં.૧માં ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપી વોર્ડમાં ચોતરફ વિકાસકાર્યો કરી રાષ્ટ્રસેવામાં સમર્પિત રહયા છે. તેમના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ડો.અલ્પેશભાઇ મોરઝરીયાએ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં વોર્ડ નં.૧માં વિકાસકાર્યોની વણઝાર કરી દીધી છે. તેમજ વોર્ડ નં.૧માં જનસેવામાં સદાય અગ્રેસર રહેનાર રૈયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર અને ફાયર વિભાગના ચેરમેન સ્વ.ચારૂબેન ચોૈધરીના પુત્રવધુ એવા ભાજપના ઉમેદવાર શ્રીમતિ સેજલબેન ચોૈધરી લોકોના પ્રશ્નો માટે દિવસ-રાત સતત ખડેપગે રહે છે. વિશ્વાસ અને વિકાસના સંકલ્પ સાથે શ્રીમતિ સેજલબેન ચોૈધરીએ લાંબા સમયથી વોર્ડના વિકાસકામોમાં અગ્રેસર રહયા છે અને લોકોનો અખંડ વિશ્વાસ જીત્યો છે.
‘‘ન વાદ ન વિવાદ સોૈનો સાથ, સોૈનો વિકાસ એ જ લક્ષ્યાંક સાથે ચુંટણી મેદાનમાં ઉતરેલા ભાજપના ઉકત ચારેય ઉમેદવારોને વોર્ડ નં.૧ના મતદારોનું પ્રચંડ સમર્થન મળતા તેઓની જીત નિヘીત બની છે.
(3:29 PM IST)










