તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
રાજકોટ લોધિકા સહકારી સંઘની પ બેઠક માટે ૯૯ ટકા મતદાનઃ ૨૧માંથી ૨૦ મત પડી ગયાઃ ભાજપના બળવાખોરોએ રાજકીય ગરમાવો સર્જયો
ભાજપ સામે ભાજપના ઉમેદવારોઃ વિજય સખીયાએ પોલીસ રક્ષણ માંગ્યું: અરવિંદ રૈયાણી સહિતના આગેવાનોની પ્રતિષ્ઠા દાવ પર : કૂલ ૧૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કરઃ કાલે સવારે ૯ વાગ્યાથી મતગણતરીઃ ભારે રાજકીય ઉતેજના

રાજકોટ-લોધીકા સંઘ ચૂંટણીનું મતદાનઃ આગેવાનો-કાર્યકરો ઉમટયા :રાજકોટઃ રાજકોટ- લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં આજે સવારે ૯ વાગ્યાથી રાજકોટ સીટી પ્રાંત કચેરી-ર ખાતે ચૂંટણી અધિકારી શ્રી ભરતભાઇ ચાવડા અને તેમની ટીમની ઉપસ્થિતીમાં પાંચ બેઠકો માટે મતદાન શરૂ થયુ હતું, બપોરે ૧ાા વાગ્યા સૂધીમાં શાંતિપૂર્ણ રીતે ૨૦ મતો પડી ગયા છે, એક મતદાર કોઠારીયાની મંડળીના મતો બાકી છે, ૯૯ ટકા મતદાન થયુ છે, કાલે સવારે ૯ વાગ્યે મતગણત્રી થશે, તસ્વીરમાં મતદાન સમયે ઉમટી પડેલા ભાજપના આગેવાનો અને કાર્યકરો, મતદાન કરતા અરવિંદ રૈયાણી, અન્ય તસ્વીરોમાં નાગદાનભાઇ ચાવડા, હરદેવસિંહ જાડેજા, નિતીનભાઇ ઢાંકેચા વિગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૨.૧૮)
રાજકોટ તા.૮: રાજકોટ-લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકો માટે આજે સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. સંઘના નિયામક મંડળની કુલ ૧૬ બેઠકો પૈકી ૧૧ બેઠકો બિનહરીફ થઈ હતી. બાકીની પાંચ બેઠકો માટે દસ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થતાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે.
કુવાડવા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં છે. અન્ય બેઠકો પર વિજય સખિયા સામે પળથ્વીસિંહ જાડેજા, બાબુ નસીત સામે હરજીભાઈ પીપળિયા, અનિરુદ્ધસિંહ જાડેજા સામે નીતિન રૈયાણી અને મહેશ આસોદરિયા સામે ધીરુભાઈ રોકડનો મુકાબલો છે. માધાપર, કુવાડવા, ખોખરદળ, કસ્તુરબાધામ અને પાડાસણ જૂથની બેઠકો માટે મતદાન થયું છે, બપોરે ૧ાા વાગ્યે કુલ ૨૧માંથી ૨૦નુ મતદાન થયુ છે, ૯૯ ટકા વોટીંગ થયુ છે, એકનું મતદાન બાકી છે, બપોરે ર વાગ્યે મતદાન પૂર્ણ થશે.
ભાજપે પોતાના અધિકળત ઉમેદવારોને મત આપવા પક્ષના મતદારો માટે આદેશ જાહેર કર્યો હોવા છતાં સામે ઊભેલા ઉમેદવારો પાછા ન હટતાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. અગાઉ સમરસ ચૂંટણી માટે પક્ષસ્તરે અનેક બેઠકો અને સમજાવટના પ્રયાસો થયા હતા, પરંતુ અંતિમ સમાધાન થઈ શકયું નહોતું. મતદાન બાદ મતપેટીઓ નિયત સુરક્ષામાં રાખવામાં આવશે અને આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. પરિણામ માત્ર પાંચ ઉમેદવારોનું ભવિષ્ય નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કયા જૂથની પકડ મજબૂત છે તે પણ નક્કી કરશે.
ભાજપના જ કાર્યકરો અંદરોઅંદર ચૂંટણી લડી રહ્યા હોવાથી ભારે ઉત્તેજના ફેલાઈ છે. પક્ષ દ્વારા ઉમેદવારો માટે સત્તાવાર વ્હીપ પણ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણી ભાજપના ઉમેદવાર માધાપર બેઠક પર પળથ્વીસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર, ખોખડદડ બેઠક પર બાબુ નસીતને ભાજપના ઉમેદવાર, ત્રંબા બેઠક પર નિતીન રૈયાણી ભાજપના ઉમેદવાર હલેન્ડા બેઠક પર મહેશ આસોદરીયા ભાજપના ઉમેદવાર જાહેર થયા છે.
વિગતો મુજબ એક ઉમેદવાર વિજય સખીયાએ પોલીસ કમિશનરને લેખીત અરજી કરી પોલીસ પ્રોટેકશન માંગ્યુ છે, ચૂંટણી પારદર્શક થાય અને ઉમેદવાર તરીકે સુરક્ષા મળે તે માટે રક્ષણ માંગ્યુ છે.(૨
(2:54 PM IST)










