હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંસ્કૃતિક વિરાસતને જાળવવા વીવીપી પ્રતિબધ્ધ :ડો. નરેન્દ્રભાઈ દવે
વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પરિવારજનો ગરબાના તાલે ઘૂમ્યાઃ માતાજીની આરાધના કરી

રાજકોટઃવીવીપી કોલેજમાં નવરાત્રી મહોત્સવ-ર૦ર૬ની ભવ્ય ઉજવણી થઈ હતી. માઁ આદ્યાશક્તિની આરતી અને આરાધનાના આ પર્વ નિમિત્તે વીવીપી ડીગ્રી એન્જીનીયરીંગ, ડીપ્લોમાં એન્જીનીયરીંગ, આર્કીટેકચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઈન કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, પરિવારજનો અને આમંત્રીતોએ રાસગરબાના તાલે નાચીને રમઝટ બોલાવી હતી. રાસોત્સવના આ કાર્યક્રમમાં શ્રીમતી ભાનુબેન બાબરીયા-ધારાસભ્યશ્રી, શ્રી વલ્લભભાઈ કથીરીયા-રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન, તુષારભાઈ મહેતા, પ્રવિણભાઈ ધોળકીયા, નિકુંજભાઈ ધોળકીયા, ચંદ્રેશભાઈ ધોળકીયા, વિશ્વ હિન્દુ પરીષદનાશાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા નિતેશભાઈ કથીરીયા, દિનેશભાઈ પાઠક-ચેરમેન રા.ના.સહ.બેંક, કોર્પોરેટ મનીષભાઈ ભટ્ટ-શોશ્યલ વેલફેર એન્ડ કલ્ચર કમિટિના ચેરમેન કૃષ્ણકાંતભાઇ, ધોળકીયા-ધોળકીયા સ્કૂલ, ડી. વી. મહેતા-જીનીયસ સ્કૂલ, સુદિપભાઈ મહેતા-શક્તિ સ્કૂલ, કપુર-વિદ્યાનિકેતન સ્કૂલ, ડો. અલ્પેશભાઈ જોષી-સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ, જયેશભાઈ જાની- એડવોકેટ, મહિલા અગ્રણીઓ શ્રીમતી કાંતાબેન કથીરીયા, શ્રીમતી જસ્મીનબેન પાઠક તેમજ નામાંકીત ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા વીવીપીના ટ્રસ્ટીઓ ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠ ઉપિસ્થત રહ્યા હતા. આ તકે વીવીપીના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતને જાળવવા માટે વીવીપી પ્રતિબધ્ધ છે અને તેથી વીવીપીના સ્થાપના કાળથી જ નવરાત્રીનું આયોજન થાય છે. અમારા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક હોય છે અને સિસ્તબધ્ધ રીતે ગરબા રમાય છે,રાસોત્સવમાં આરતી, ૩૦ મિનિટનો વોર્મ અપ રાઉન્ડ અને સીલેકશન રાઉન્ડ, ૩૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અંતિમ રાઉન્ડની પસંદગીબાદ ૪૦ મિનિટનો અંતિમ રાઉન્ડ, ૧ કલાક જનરલ ગરબા રાઉન્ડ અને ત્યારબાદ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ત્રણ પ્રિન્સ, ત્રણ પ્રિન્સેસ, ત્રણ વેલ ડ્રેસ પ્રિન્સ, ત્રણ વેલ ડ્રેસ પ્રિન્સેસ એમ કુલ ૧ર ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિજેતાઓમાં પ્રિન્સમાં પ્રથમ ક્રમે ક્રિશ વેકરીયા - સાતમું સેમ. સી.ઈ. વિભાગ, દ્વિતીય ક્રમે ધ્યાન ખુંટ-સાતમું સેમ. આઈ.ટી. વિભાગ, તૃતીય ક્રમે સૌમીલ અઢીયા પાંચમું સેમ, સી.ઈ.વિભાગ, પ્રિન્સેસમાં પ્રથમ ક્રમે નાજુકી મારવાડીયા -પાંચમું સેમ. ઈલેકટ્રીકલ, દ્વિતીય ક્રમે એલીસા વડાલીયા-ત્રીજું સેમ. આઈ.ટી., તૃતીય ક્રમે જેનીસ રામાણી - ત્રીજું સેમ. આ.ટી., વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ ક્રમે વત્સલ ઠાકર-પ્રથમ સેમ. ઈલેકટ્રીકલ, પ્રથમ ક્રમે ધ્રુવીત આંદાણી -સાતમું સેમ. સી.ઈ. વિભાગ, તૃતીય ક્રમે રેનીલ ગમઢા, ત્રીજું સેમ. આઈ.ટી. વિભાગ તેમજ વેલડ્રેસ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમે કૃપાલી અકબરી-સાતમું સેમ. સી.ઈ. વિભાગ, દ્વિતીય ક્રમે અર્ચીતા સંદ્યાણી, ત્રીજુ સેમ. સી.ઈ., તૃતીય ક્રમે ઈશા માકડીયા ત્રીજુ સેમ. આઈ.ટી. વિભાગ, આમ, કુલ ૧ર જેટલા ઈનામો આપવામાં આવ્યા હતા. સર્વે મહેમાનો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા, ડિપ્લોમાના પ્રિન્સીપાલ ડો. પરેશભાઈ કોટક, પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખ, કિચ સ્કૂલ ઓફ ડીઝાઈનના પ્રિન્સીપાલ સુ શૈલીબેન ત્રિવેદી, કલ્ચરલ કમિટિના કન્વીનર ડો.ચાર્મીબેન ચાંગેલા તથા તમામ સભ્યો તેમજ સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન ઈવેન્ટ મેનેજમેન્ટની ટીમે કર્યું હતું.નિર્ણાયક તરીકે વિપુલભાઈ ભટ્ટ, મેહુલભાઈ રાડીયા, માયાબેન પટેલ તથા મીતાલીબેન ચૌધરીએ સેવાઓ આપી હતી.આ સુંદર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીઆરે શુભેચ્છા પાઠવી હતી.










