હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘વાગે રે નગારા રે મારા વિરપુર ધામમાં ' ‘અકિલા રઘુવંશી બીટસ '' માં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલવી
રાજકોટની સેતુ સંસ્થાના બાળકોએ મનભરીને રાસોત્સવની મજા માણીઃ ડેકોરેશને આકર્ષણ જમાવ્યુ

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬''માં પાંચમાં નોરતે 'અકિલા રઘુવંશી બીટસ ''માં મારું મન મોર બની થનગાટ કરે...', 'હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...', 'કોઈ કેજો કાનુડા ને જઈ...', 'ઘોર અંધારી રે રાતલડી માં...', 'કાચી કેરી અંગુર કાલા...', 'રસીયો રૂપાળો રંગ રેલીયો...', 'તને ચાર ચાર બંગડીવાળી ગાડી....', 'રોણા શેરમાં રે રોણા શેરમાં..', 'મછરાળી મોગલ આવે...', 'વિરપુર વસે મારા જોગી જલીયાણ...', 'મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી...', ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને 'વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.
રાજકોટની સેતુ સંસ્થાના દિવ્યાંગ બાળકોએ 'અકિલા રઘુવંશી બીટસ''મા મનભરીને રાસોત્સવની મજા માણી હતી. પાંચમાં નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્સ તરીકે થડેશ્વર નિશ, ચૌહાણ હિતાર્થ તથા પ્રિન્સેસ તરીકે જીયા કોઠારી, હેત્વી પોપટ, ક્રિષ્ના ઠક્કર વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સેસ દવે પ્રીષા તથા ગ્રુપ બી માં પ્રિન્સ તરીકે ઠાકર મૌલિક, આયુષ મકવાણા, તન્ના વૈભવ તથા પ્રિન્સેસ તરીકે જેઠવા મીરા, કેસરિયા રચના, જેઠવા બીના વિજેતા બન્યા છે તથા સીગ્રુપમાં પ્રિન્સ તરીકે નિમાવત વિનીતભાઈ તથા પ્રિન્સેસ તરીકે જેઠવા પુજાબેન વિજેતા બન્યા હતાં.
નીતિનભાઈ રાયચુરા, રૂપલબેન રાજદેવ, કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પુજારા, બકુલભાઈ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, કૃણાલભાઈ વણઝારા, સુનીલભાઈ પટેલ, રજનીભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ કોટક, વિભાબેન કોટક, ઇન્દુબેન કક્કડ, નિમિષાબેન મજેઠીયા, અનિલભાઈ ખખ્ખર, ભાવનાબેન ખખ્ખર, વિક્કીભાઈ મોદી, વિરેનભાઈ ધ્રુવ સહિતના મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં.
‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬' ના રોજે રોજના પાસ ગ્રાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા જણાવાયું છે.










