તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
વોર્ડ-૧૬ માં કોંગ્રેસ કોર્પોરેટરોએ તુટેલી પાણીની લાઇનો ફરી જોડાણ કરાવી આપી

રાજકોટઃ વોર્ડ-૧૬ માં સાત મહિના પહેલા ટી.પી. રોડ માટે ડીમોલેશન કરવામાં આવ્યુ હતું તે ટી.પી. રોડનું કામ હાલ શરૂ કરવામાં આવેલ છે આ રોડમાં ખોદકામ દરમિયાન બુધ્ધનગર, જંગલેશ્વર વિસ્તારમાં જી.સી.બી. દ્વારા પાણીની તથા ડ્રેનેજ લાઇન તોડી નાખવામાં આવેલ તેવી ફરિયાદ મળી હતી, તેવી રજુઆત ધ્યાને લઇને પાણીની તોડી નાખેલ લાઇન પાછી ન નાખવા માટે આના-કાની કરતા કોન્ટ્રકટર પાસે, બુધ્ધનગર, જંગલેશ્વર, રાધાકૃષ્ણનગર, વેલનાથ, નાળોદાનગર તમામ જગ્યાએ કોર્પોરેટરો ૧) રસિલાબેન ગરૈયા, ર) ઇબ્રાહીમભાઇ સોરા, ૩) અર્જુનભાઇ ચૌહાણ, ૪) દિપ્તીબેન સોલંકી વગેરે તથા વોર્ડ-કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ ગરૈયા દ્વારા તમામ તોડી નાખેલ ડ્રેનેજ તથા પાણીની લાઇન ફરી જોયન્ટ કરાવી હતી.
(3:38 PM IST)










