તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
વોર્ડ નં. ૧૪માં ભાજપે બ્રાહ્મણ સમાજની ગણના કયારેય કરી નથી, તો આવતીકાલના બ્રહ્મ સંમેલનનો અર્થ શું?
બ્રાહ્મણોએ પ્રભાવિત ન થવા જીજ્ઞેશ દવે, કલ્પેશ દવે, દિવ્યેશ જોષીની અપીલ : જયમનભાઇ ઉપાધ્યાય પછી આ વોર્ડમાં કયારેય બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ મળ્યુ નથી એ બ્રહ્મસમાજે ન ભુલવા ટકોર

રાજકોટ તા. ૨૩ : બ્રહ્મસમાજની નારાજગીનો અણસાર આવી જતા ભાજપે આવતીકાલે તા. ૨૪ના વોર્ડ નં. ૧૪માં બ્રહ્મસંમેલન બોલાવ્યુ છે. તેનાથી કોઇએ ભરમાઇ જવાની જરૂર નથી. આ માત્ર ચુંટણી પહેલા દેખાડો કરવાની કોશિશ છે. તેમ બ્રહ્મસમાજના જીજ્ઞેશ દવે, કલ્પેશ દવે અને દિવ્યેશ જોષીએ એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે.
બ્રહ્મસમાજને સાવધાન કરતા તેઓએ વધુમાં જણાવ્યુ છે કે જે પક્ષે વર્ષો સુધી વોર્ડ નં.૧૪માં બ્રાહ્મણ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યુ નથી ત્યાં કયા હકકથી ભાજપ અચાનક બ્રહ્મ પ્રેમ બતાવવા નિકળ્યો છે. જયમનભાઇ ઉપાધ્યાય પછી આ વોર્ડમાં કયારેય ભાજપે બ્રાહ્મણ ઉમેદવારને ટીકીટ આપી નથી. જો ભાજપને ખરેખર બ્રાહ્મણ સમાજ પ્રત્યે લાગણી હોય તો પ્રતિનિધિત્વ કેમ સોંપાતું નથી.
આ સંમેલન ફકત વોર્ડ નં. ૧૪માં જ કેમ? અન્ય વોર્ડમાં જયાં બ્રાહ્મણ ઉમેદવાર છે ત્યાં કેમ નહીં? તેવા સવાલો યથા સ્થાને છે.
વોર્ડ નં. ૧૪માં મજબુત બ્રાહ્મણ ઉમેદવારની કોંગ્રેસ પેનલ સામે ભાજપ ગભરાઇ ગઇ છે. એટલે તેને હવે બ્રાહ્મણ સમાજ યાદ આવ્યો છે. પરંતુ બ્રાહ્મણ સમાજે આવા આમંત્રણોથી પ્રભાવિત થવાની કોઇ જરૂર નથી. બ્રહ્મ અગ્રણી મિલનભાઇ શુકલની અપીલ મુજબ હવે બ્રાહ્મણ સમાજની એકતાની ઓળખ આપવાનો ખરો સમજ આવી ગયો છે. તેમ જીજ્ઞેશ દવે (મો.૯૯૨૪૧ ૫૬૭૨૬), કલ્પેશ દવે અને દિવ્યેશ જોશી (મો.૮૧૬૦૧ ૫૫૪૨૯)એ સંયુકત યાદીના અંતમાં જણાવ્યુ છે.
(2:43 PM IST)










