તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
વોર્ડ નં. ૨ માં કોંગ્રેસની પેનલનો ઝંઝાવતી પ્રચાર : ‘‘નિસ્વાર્થ સેવા અને સમર્પણ''ના સંકલ્પ સાથે મતદારોનો આશીર્વાદ માંગતા ચારેય ઉમેદવારો
નયનાબા જાડેજા, ભાવેશભાઈ વાઘેલા, ગીતાબેન પરમાર અને સલીમભાઈ કારીયાણીયાએ જનસંપર્ક તેજ કર્યો

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર ૨ ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચારેય મજબૂત અને સેવાભાવી ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ તકે કોંગ્રેસની પેનલના ઉમેદવારો નયનાબા એ. જાડેજા, ભાવેશભાઈ વાઘેલા, ગીતાબેન નરેશભાઈ પરમાર અને સલીમભાઈ કારીયાણીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, તેમનો એકમાત્ર ધ્યેય વોર્ડના રહીશોની પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ લાવવો અને જનતાની નિઃસ્વાર્થ સેવા કરવાનો છે.
ચારેય ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમે માત્ર વાયદાઓ નહીં પણ વિકાસના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં છીએ. જનતાનો સહકાર અને અમારું સમર્પણ એ જ અમારી તાકાત છે. વોર્ડ નં. ૨ ના દરેક પ્રશ્નોના ચોક્કસ ઉકેલ માટે અમે કટિબદ્ધ છીએ અને લોકોની સુખકારી માટે હંમેશા ખડેપગે રહીશું.
ખાસ કરીને નયનાબા જાડેજા કે જેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (બી.એસ.સી. નર્સીંગ) ધરાવે છે અને કોરોના કાળમાં તેમની શ્રેષ્ઠ સેવા બદલ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા સન્માનિત થયેલા છે, તેઓના નેતળત્વમાં આખી પેનલ મજબૂત દેખાઈ રહી છે.
આ પેનલ દ્વારા વિસ્તારમાં હેલ્થ કેમ્પ, રેશન કીટ વિતરણ અને મહિલા જાગળતિ જેવા અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં. રના કોંગ્રેસના ઉમેદવારો નયનાબેન જાડેજા, ભાવેશભાઇ વાઘેલા, ગીતાબેન પરમાર અને સલીમભાઇ કારીયાણી તેમજ ગોપાલભાઇ અનડકટ, કૃષ્ણદતભાઇ રાવલ, મનિષાબા વાળા, નરેશભાઇ પરમાર, મિલિબેન કુંડલીયા, મયુરીબેન પુરોહિત, ઇશિતાબેન મહેતા, હીરાબેન ખીમસુરીયા વિ. નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










