તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
આજી-૩ જળાશય સંદર્ભે ચેતવણી ૧૭ ગામોને સાવચેત કરાયા

રાજકોટ, તા., ૧૯ : રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા આજી-૩ જળાશય યોજનાના હેઠવાસમાં આવેલા ફિલ્ડ માર્શલ ચેકડેમને ભરવા આવતીકાલે બપોરે ૧૨ કલાકથી રાત્રે ૮ કલાક સુધી ૨ દરવાજા ૦.૦૯ મીટર ખોલવામાં આવનાર છે. આથી, પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળી, ખીજડી-મોટા, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સાગડીયા, સાધધુણા, દેડકદડ ગામના લોકોએ નદીમાં અવરજવર કરવી નહીં, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ યાદીમાં ઉમેરાયુ છે.
(2:50 PM IST)










