તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
શહેરમાં પાણી વિતરણ ટલ્લેઃ ૮ વોર્ડના અનેક વિસ્તારોમાં ૫થી ૭ કલાક મોડું
રૈયાધાર મેઇન રોડ ખાતે પાણીની લાઇન જોડવાની કામગીરીથી વિતરણ વ્યવસ્થા ખોરંભાઇ : શહેરના વોર્ડ નં.૧, ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૨ ના વિસ્તારોમાં અસરઃ ભારે દેકારો

રાજકોટ તા.૨૪: શહેરના રૈયાધાર મેઇન રોડ ખાતે પાણીની લાઈન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવતા આજે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વોર્ડ નં. ૧, ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ નિયમિત સમય કરતાં અંદાજે ૫થી ૭ કલાક મોડું થવાની સંભાવના છે.
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે રૈયાધાર મેઇન રોડ પર ચાલી રહેલી લાઈન જોડાણની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પુનઃ નિયમિત કરવામાં આવશે. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સોજીત્રા અને ન્યારી આધારીત પાણી વિતરણ માં આજે રૈયાધાર થી મુખ્ય સપ્લાય બંધ કરતાં હાલમાં સોજીત્રા અને ન્યારીના ESR માં સંપૂર્ણ પાણી વિતરણ સપ્લાય ચાલુ કર્યા બાદ તથા લેવલ થયા બાદ ચાલુ કરવામાં આવશે
અસરગ્રસ્ત વિસ્તારોમાં અલ્કાપુરી સોસાયટી, છોટુનગર, વિમાનગર, પ્રગતિ સોસાયટી, સૌરભ સોસાયરી છોટુનગગર મફતિયા, શિવાજી પાર્ક,આશુતોષ, સોસાયટી, પદમાંકુવરબા, સિંચાઈનગર, ઈન્કમટેક્ષ સોસાયટી, વંદનવાટીકા, અમરજીતનગર, આર. કે. પાર્ક, ગ્રીનપાર્ક, વસુંધરા રેસીડેન્સી, દિવ્યસિધ્ધી પાર્ક, સંકલપસિધ પાર્ક, સ્વપ્નસિંધી પાર્ક, જસાણી પાર્ક, ગીતગુજરી સોસાપટી, સુભાષનગર, નહરૂ નગર, રજાનગર, ચુડાસમા પ્લોટ, શ્રીજીનગર, ધ્રુવનગર, અંજની સોસાયટી, નિરજની સોસાયટી, હરિપાર્ક, નવયુગ સોસાયટી, ચંદ્ર નગર, સખીયા નગર, આરાધના સોસાપટી, નરસિંહનગર, આર. એમ સી નગર, જય ગીતસોસાયટી, યોગેશ્વર સોસાયટી, પત્રકાર સોસાપટી, કયાણનગર, ગોકુળિયા પરા, સ્વસ્તીક સોસાયટી, શ્રેયસ ઓસાપવી, શ્રીજીનગર, કળષ્ણકુંજ સોસાયટી, વંદન વાટિકાનો સમાવેશ થાય છે.
જયારે રંગ ઉપવન સોસાયટી , છોટુ નગર મફતિયા (રંગ ઉપવન સામે). મારુતીનગર, રેસકોર્સ પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, રાજકળતિ, રઘુનંદન સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, બાવળીયા પરા, શ્રીમદ પાર્ક, શ્રેયસ સોસાયટી, આદર્શ સોસાયટી, કલ્યાણપાર્ક, પોલીસ હેડક્વાર્ટર્સ, રેસકોર્સ સંકુલમાં વિતરણ મોડુ થશે.
ઉપરાંત બહુંમાળી ભવન,સરકારી અધીકારી બંગલા રેસકોસ બહુંમાળી ભવન વસાહત, હોમગાર્ડ કવાટર, ગેલેક્સી સોસાયટી, રાજેશ સોસાયટી, પોલિસકમીસનર ઓફીસ, ગિરનાર સોસાયટી, અમી એપાર્ટમેંટ , તક્ષસિલા સોસાયટી, સદરબજાર, કાશિ વિશ્વનાથ પ્લોટ, શારદાબાગ, સરકિટહાઉસ વિસ્તારમાં પણ પાણી મોડુ વિતરણ થતા દેકારો બોલી જવા પામ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત્ કરવામાં આવશે. જોકે, કામગીરી દરમિયાન પાણીના દબાણમાં ઘટાડો અથવા વિતરણમાં વિલંબ થવાની શકયતા હોવાથી નાગરિકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(2:43 PM IST)










