તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
જંગલેશ્વર વિસ્તારમાં પાણી નિકાલની કામગીરી કાર્યરત
વોર્ડ નં. ૧૬માં કોંગ્રી કોર્પોરેટટરોના પ્રયત્નો સફળ

રાજકોટ, તા. ૮: શહેરમાં નજીવા વરસાદમાં લોકોના ઘરમાં ગોઠણભેર પાણી ભરાય છે અને શેરી ગલીઓ અને જાહેર માર્ગો નદીમાં ફેરવાય છે એ જગ જાહેર છે મહાનગરપાલિકામાં પ્રી મોનસુન કામગીરી ફક્ત કાગળ પર રહી હોય તેમ લાગે છે અને જંગલેશ્વર વિસ્તારમાં જે ડીમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વરસાદી પાણીના નિકાલ અંગે કોઈપણ જાતની વ્યવસ્થા ન કરવામાં આવતા ડિમોલિશન દરમિયાન કાઢવામાં આવેલા કાટમાળના ઢગલાઓ જે તે સ્થળ પર જ રાખવામાં આવતા વોર્ડ નં. ૧૬ ના કોંગ્રી કોર્પોરેટરોના પ્રયાસોથી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવમાં આવી હતી.
આ વિસ્તારમાં તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વોર્ડ નં. ૧૬ ના જાગળત કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને સ્થળ પર બોલાવી કાટમાળ હટાવી અને વરસાદી પાણીના નિકાલની જે અવરોધી સમસ્યા હતી તે તાત્કાલિક દૂર કરાવા રજૂઆતો કરવામાં આવી હતી આ વિસ્તારના કોર્પોરેટરો દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઇબ્રાહીમ સોરા, અર્જુનભાઈ ચૌહાણ દ્વારા આજરોજ કાટમાળ હટાવવાની અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેસીબી દ્વારા કરાવવામાં આવી રહી છે. આમ નગરસેવકોના પ્રયત્ન સફળ રહયા હતા.
(3:41 PM IST)










