તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
શહેરમાં પાણીજન્ય રોગચાળાનો ઉછાળોઃ ૨૨૧૫ કેસ
મચ્છરજન્ય રોગચાળો ગાયબ! તંત્રના ચોપડે એકપણ દર્દી નોંધાયા નહિ : મનપા દ્વારા ૨૧,૨૨૩ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૬૨ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૩૭૨ને નોટીસ

રાજકોટ, તા.૨૭: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૨૨૦૦થી વધુ કેસ નોંધાયા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૭૦૦ જેટલા દર્દી નોંધાતા તેમજ મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ નોંધયા નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૦થી ૨૬ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના રર૦૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૭૯ તેમજ સામાન્ય તાવના ૯૧૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૧૭ સહિત કુલ ૨૨૧૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૨૫૭૦ તેમજ સામાન્ય તાવના ૨૧,૨૭૦ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૯૮૩ તથા ટાઇફોઇડના ૨૬ તેમજ કમળાના ૩૬ કેસ નોંધાયા છે.
મચ્છરજન્યના એકપણ કેસ નહિ
શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય એટલે કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના એકપણ ંકેસ નોંધાયા નથી. જયારે સીઝનમા ડેનગ્યુના ૧૮, મેલેરીયાના ૭ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૩૭૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૧,૨૫૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ર૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૯૯થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૭૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(3:42 PM IST)










