<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ગરીબોના આશિયાના પર બુલડોઝર નહીં ચાલવા દઇએઃ રાજકોટમાં ‘હાથી'નો હુંકાર

રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીમાં બસપાના ઉમેદવારો મેદાનમાં અન્‍યાય સામે લડત આપવા રણશિંગું કૂંકાયું

રાજકાટઃ આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્‍યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ પણ મેદાનમાં ઝંપલાવ્‍યું છે. ગરીબોના મકાનો પડવા દઈશું નહીં અને અન્‍યાય સામે લડત આપીશું તેવા મક્કમ નિર્ધાર સાથે બસપાએ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

બપસાના રાજકોટ જિલ્લા કાર્યાલય દ્વારા જારી કરાયેલ યાદી મુજબ, માન્‍યવર કાંશીરામજીની રાજકીય ફોર્મ્‍યુલા મુજબ ‘મજબૂત સરકાર' બનાવવાની દિશામાં આ પ્રથમ પગલું ભરવામાં આવ્‍યું છે. પાર્ટીએ દાવો કર્યો છે કે રાજકોટમાં બસપાના ૯ (નવ) નિષ્ઠાવાન અને મજબૂત હાથો મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્‍ત અને ન્‍યાયી શાસન લાવવા માટે સક્ષમ છે.

રાજકોટ મનપાના મુખ્‍ય ઉમેદવારોની યાદીઃ ૧. ભરતભાઈ રાઠોડ  વોર્ડ નં.૪ ,૨. જીવણભાઈ પરમાર  વોર્ડ નં.૮, ૩.  કોકિલાબેન પરમાર  વોર્ડ નં.૮, ૪.  કિશનભાઈ મણવર  વોર્ડ નં.૧૦, ૫.  પ્રિયંકરભાઈ શાકય  વોર્ડ નં.૧૨, ૬.  મુકેશભાઈ ડાંગર  વોર્ડ નં.૧૩ , ૭.  હીનાબેન ડાંગર  વોર્ડ નં.૧૩, ૮. માધુભાઇ ગોહેલ વોર્ડ નં.૧૫, ૯. અશોકભાઇ વાઘ વોર્ડનં.૧૮ આ ઉપરાંત, જિલ્લા પંચાયતની સરધાર-૨૯ બેઠક માટે જતીનભાઇ ગોવિંદભાઇ ચાવડા જયારે તાલુકા પંચાયતમાં ભુપતભાઇ ગોહેલ, મનિષભાઇ જાદવ, નિલેશભાઇ, ચોૈહાણ તેમજ નગર-પાલીકામાં વજીર મામદ બ્‍લોચે ગોંડલ નગરપાલીકા વોર્ડનં.૩માં દાવેદારી નોંધાવી છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:01 PM IST)