News of Monday, 23rd November 2026
બુધવારે સાધુ વાસવાણી મિટલેસ ડેઃકતલખાના બંધ રાખવા આદેશ
મનપા મ્યુ.કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ : માંસ, મટન, મચ્છી, ચિકનના વેંચાણ ઉપર પણ પ્રતિબંધઃ ભંગ કરનાર સામે કાર્યવાહી

રાજકોટ તા.૨૩: આગામી તા.૨૫ના રોજ ‘‘સાધુ વાસવાણી મિટલેસ ડે'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ મ્યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી.
(3:23 PM IST)










