તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રવિવારે પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદનું મંડળ અધિવેશન યોજાશેઃ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે થશે મંથન
હસુભાઈ દવે અને પ્રશાંત પાંડે સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવી કારોબારીની પણ રચના કરાશે

રાજકોટઃ ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) સંબદ્ધ પヘમિ રેલવે કર્મચારી પરિષદ (પીઆરકેપી) રાજકોટ મંડળનું વાર્ષિક અધિવેશન આગામી તા.૨૬ના રવિવારે રાજકોટ સ્થિત રેલવે લોકો કોલોનીના સમુદાયિક ભવન ખાતે યોજાશે.
આ અધિવેશનમાં બીએમએસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેના અધ્યક્ષ સ્થાને વિશેષ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત પヘમિ રેલવે કર્મચારી પરિષદના મહામંત્રી પ્રશાંત પાંડે, સંગઠન મંત્રી શિવલહેરી શર્મા, સહાયક મહામંત્રી કલ્યાણસિહે ભદોરિયા તેમજ પヘમિ રેલવેના વિવિધ મંડળોના હોદ્દેદારો અને રેલવે વિભાગમાં કાર્યરત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરોક્ત અધિવેશન દરમિયાન રેલવે વિભાગમાં ફાળવવામાં આવતી કામગીરી વચ્ચે કર્મચારીઓને નડતા પડતર પ્રશ્નો જેવા કે આંતર મંડળ અને આંતર રેલવે સ્થળાંતર, પ્રમોશનમાં વિલંબ, અધિકારીઓ દ્વારા વગર કારણે કરવામાં આવતી હેરાનગતિ તેમજ રેલવે વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા બાબતે ગંભીર અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત, આ વાર્ષિક અધિવેશનના ભાગરૂપે પヘમિ રેલવે કર્મચારી પરિષદ રાજકોટ મંડળની નવી કારોબારી સમિતિનું ગઠન પણ કરવામાં આવશે. સંગઠનના પૂર્વ મંડળ મંત્રી કિરણ ડી. ઓઝા દ્વારા રેલવે વિભાગના તમામ કર્મચારીઓને આ અધિવેશનમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. તેમ પૂર્વ મંડળ મંત્રી કિરણ ઓઝાની યાદીમાં જણાવાયું છે.
(3:24 PM IST)










