News of Wednesday, 25th November 2026
વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના પ્રમુખ હિરેન મહેતા અને તેની ટીમ ‘અકિલા'ની મુલાકાતે

રાજકોટઃ દિપાવલી-નવા વર્ષ નિમિતે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ ના પ્રેસિડેન્ટ હિરેન મેહતા, અને તેમની ટીમે અકિલા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે તેઓ પોતાના સ્મરણોની યાદગાર વાતો કરી હતી રેલવે માં સમગ્ર વેસ્ટર્ન ઝોન ના પ્રમુખ તરીકે હિરેન મેહતા નું હોવું ગૌરવ અનુભવે છે અને ખૂબ ખુશી સાથે કહ્યું કે તેમના આશીર્વાદ હંમેશા સાથે જ છે. આ મુલાકાત પ્રસંગે હિરેન મેહતાની સાથે અવની ઓઝા(પ્રથમ મહિલા ડીવીઝનલ સેક્રેટરી) મયુરશિહ, ગજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, કેતન ભટ્ટી, ધર્મિષ્ઠા થોરિયા, પુષ્પા ડોડીયા, દીના વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:30 PM IST)










