<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

‘જુસો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરીંગ કરવું છે' ઓડીયા ગેંગની જુસબભાઇને ધમકી

ગુજસીટોક સહિતની પોલીસની આકરી કાર્યવાહી છતાં સુધરવાનું નામ લેતા નથી : પ્રખ્‍યાત અવેશ ઉર્ફે અવલો ડોડીયા અને અબ્‍દુલ દલ રેસ્‍ટોરન્‍ટ સંચાલકના મિત્રના ફોનમાં કોલ કરી ધમકી આપીઃ થોરાળા પોલીસમાં ગુનો : ગુજસીટોકના ગુના સમયે જે બાબતે અરજી આપતા ખાર રાખી ધમકી આપી

રાજકોટ તા. ર૭: શહેરમાં કુખ્‍યાત ઓડીયા ગેંગનાં આવેશ ઉર્ફે અવલો ઓડીયા અને અબ્‍દુલ દલ સામે થોરાળા પોલીસમાં વધુ એક ફરીયાદ નોંધાઇ છે. રેસ્‍ટોરન્‍ટ સંચાલક જુસબભાઇ ઉર્ફે જુસ્‍સો આમદભાઇ ઘુઘા (ઉ.વ. ૪૯) નાં મિત્રના ફોનમાં કોલ કરી બંને આરોપીઓએ બેફામ ગાળો ભાંડયા બાદ ‘જુસો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરીંગ કરવું છે' કહી પતાવી દેવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાવનગર રોડ પર ન્‍યુ થોરાળામાં રામનગર સોસાયટીમાં રહેતાં અને ગંજીવાડાના નાકા પાસે જે. ડી. રેસ્‍ટોરન્‍ટ ચલાવતાં જુસબભાઇ ઉર્ફે જુસ્‍સો આમદભાઇ ઘુઘા (ઉ.વ. ૪૯) એ આ મામલે કુખ્‍યાત અવેશ ઉર્ફે અવલો ઓડીયા અને અબ્‍દુલ દલ (રહે. બંને નવા થોરાળા) સામે થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, મારે પાંચ સંતાન છે જેમાં એક દિકરી મુશ્‍કાન (ઉ.વ.ર૬) જેના લગ્ન થઇ ગયેલ છે તે તેના સાસરે રહે છે. તથા ચાર દિકરા છે જેમાં સૌથી મુસ્‍તાક (ઉ.વ.રપ) બાદ મુસ્‍તુફા (ઉ.વ. ર૩) બાદ ફરહાત (ઉ.વ. ર૦) બાદ આતીફ (ઉ.વ.૧૦) છે. હું ગંજીવાડાના નાકા પાસે જે. ડી. રેસ્‍ટોરન્‍ટ ચલાવીને મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.

ગઇકાલ તા. રપના રાત્રીના આઠેક વાગ્‍યાના અરસામાં હું તથા મારો મિત્ર આરીફભાઇ પઠાણ બન્‍ને મારી રેસ્‍ટોરન્‍ટ ગંજીવાડાના નાકા પાસે આવેલ છે ત્‍યાં ચોકમાં ઉભા હતા તે દરમ્‍યાન એકસેસમાં અરબાજ રાઉમા તથા કુખ્‍યાત અવેશ ઉર્ફે અવલો ઓડીયા બન્‍ને ત્‍યાં નીકળેલ હતા અને મારી સામે જોઇને કાતર મારીને જતા રહેલ હતા. ત્‍યારબાદ આશરે પંદરેક મિનિટ પછી અબ્‍દુલ દલ મારા મિત્ર આરીફભાઇ પઠાણના નંબર પર ફોન આવેલ હોય જે દરમ્‍યાન હું ત્‍યાં બાજુમાં બેઠેલ હતો. તેનો ફોન સ્‍પીકરમાં રાખેલ હોય અને અબ્‍દુલ દલે ફોનમાં કહેલ કે ‘જુસ્‍સો કયાં છે?' એટલી વારમાં અવેજ ઉર્ફે અવલો ઓડીયા પણ ફોનમાં બોલવા લાગેલ અને આ બન્‍ને ફોનમાં મારૂં નામ દઇનેમ ારા વિશે ફોનમાં જેમફાવે તેમમાં ગાળો આપવા લાગેલ અને બન્‍ને કહેવા લાગેલ કે ‘જુસો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરીંગ કરવું છે' એમ કહીને મને મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં જણાવ્‍યું કે, આજથી નવ મહિના પહેલા થોરાળા વિસ્‍તારની ઓડીયા ગેંગ ઉપર થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ગુજસીટોકનો ગુન્‍હો દાખલ થયેલ હતો. જે બાબતે મેં અરજી આપેલ હતી. જેનો ખાર રાખી અવેજ ઉર્ફે અવલો ઓડીયાએ ગંજીવાડાના નાકા પાસે મારી સામે જોઇને કાતર મારી હતી. બાદમાં અબ્‍દુલ દલે મારા મિત્ર આરીફભાઇ પઠાણના ફોનમા ફોન કરેલ હોય જેમાં અબ્‍દુલ દલ તથા અવેજ ઉર્ફે અવલો ઓડીયાએ ફોનમાં મા બેન સમાણી ગાળો આપેલ તથા કહેલ કે જુસો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરીંગ કરવું છે એમ કહીને મને જાનથી મારી નાખવાની ફોનમાં ધમકી આપેલ હોવાથી ફરીયાદ નોંધાવી હતી.

 આ મામલે થોરાળા પોલીસનાં પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ વી. જી. બોરીચાએ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ બી. આર. સાવલીયા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:55 PM IST)