<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

મ.ન.પા.માં કોનું રાજ ? અટકળો-ઉતેજનાં

પ્રજા ભાજપની યુવા-શિક્ષીત ટીમ બેસાડશે કે પછી કોંગ્રેસના હાથમાં સુકાન : આમ આદમી પાર્ટી પણ લોકશાસન માટે કટીબધ્‍ધ : વોર્ડ નં. ૩ માં ‘કાટે કી ટક્કર' વોર્ડ નં. ૪, ૮, ૧૧, ૧ર, ૧૫,૧૮, ૧૬ , ૧૭ માં રસાકસી

રાજકોટ, તા., ર૪: આવતીકાલથી ચુંટણી પ્રચાર બંધ થશે અને રવિવારે મ.ન.પા.ની ચૂંટણી યોજાશે. ત્‍યારબાદનાં અઠવાડીયામાં મ.ન.પા.નું સુકાન કોણ સંભાળશે ? તે નકકી થઇ જશે પરંતુ તે પૂર્વે મતદારો, રાજકીય પક્ષો અને ઉમેદવારો ત્‍થા કાર્યકરોમાં જબરી અટકળો અને ઉતેજનાઓ વધી છે.

આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્‍યારે સૌ કોઇને આ ત્રીજા મોરચાનો ભય અંદરખાને લાગી રહ્યો છે.

કેમકે મોટા ભાગનાં વોર્ડનાં મતદારોમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો ચર્ચામાં છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્‍ટાચાર,ં સામાન્‍ય નાગરિકોને દંડ અને હેરાનગતિ અને મોંઘવારીનાં મુદ્દાને જોરશોરથી ઉછાળ્‍યો છે. જે સામાન્‍ય નાગરિકોની લાગણીને વાચા આપનાર છે. ત્‍યારે આ લાગણીનો પડઘો મતદાનમાં અસરકર્તા રહેશે કે કેમ ? તેવી અટકળો પણ થઇ રહી છે.

જયારે શાશક પક્ષ ભાજપ દ્વારા એઇમ્‍સ, એરપોર્ટ, બ્રીજ જેવા વિકાસ કામો કરી બતાવ્‍યા હોવાનું અને હજુ પણ આવતા દિવસોમાં રાજકોટને મેગાસીટી તરફ દોરી જતો વિકાસ કરવાની કટીબધ્‍ધતાં દર્શાવી છે.

આમ ચૂંટણીમાં ૪૮ કલાક બાકી છે. ત્‍યારે આમ આદમી પાર્ટીનો અન્‍ડર કરન્‍ટ હોવાનું અને કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે મજબુત લડાઇ આપી રહ્યાની તેમજ ભાજપ હંમેશની જેમ શહેરના તમામ વોર્ડમાં છવાઇ જશે. તેવી જુદી જુદી અટકળો રાજકીય કાર્યકરો અને લોકોમાં ચર્ચા રહી છે.

 જો કે ભાજપ કોંગ્રેસ અને આપનાં ઉમેદવારો જોતાં એવા અનુમાન થઇ રહ્યા છે કે વોર્ડ નં. ૩માં ઉમેદવારો વચ્‍ચે ઁકાંટે કી ટક્કરઁ થશે.

ઉપરાંત વોર્ડ નં. ૪,૧૧,૧ર, ૧૭,૧૬, ૧૮માં પણ રસાકસીનો માહોલ સર્જાવાના અનુમાનો લગાવાઇ રહ્યા છે

ભૂતકાળની ચૂંટણીઓ પર નજર નાંખીએ ૨૦૧૫માં પાટીદાર આંદોલનના ફેકટરને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે માત્ર ૪ બેઠકોનો જ ફેર રહ્યો હતો. ભાજપ ૩૮ બેઠકો સાથે સત્તાપર બેસેલ અને કોંગ્રેસ ૩૪ બેઠકો સાથે મજબૂત વિપક્ષ થયેલ પરંતુ  ગત વખતે કોરોનાની વૈશ્વિક મહામારી જેવી સ્‍થિતિમાં ગત ચુંટણીમાં પ૧ ટકા મતદાન યોજાયું હતું અને ભાજપે ૬૮ બેઠકો પર વિજય મેળવ્‍યો હતો.

જ્‍યારે ‘આમ આદમી પાર્ટી'નું જોર કેટલાક વોર્ડમાં જોવા મળી રહ્યું છે. પરંતુ વધુ મતદાન થાય તો જ ‘આપ'ને બેઠક મળવાના ચાન્‍સ રહે. આમ મતદાન પૂર્વે આવા તમામ મુદ્દે રાજકિય પક્ષોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે (૪.૧૧)

૨૦૧૫માં વોર્ડ નં.૧૭માં ત્રણ મહિલાઓ વિજય થયા હતા

રાજકોટ, તા.૨૪:  વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ૩૬-૩૬ મહિલાઓને ટિકિટ ફાળવી હતી. આ પૈકી કમળના ચિન્‍હ ઉપર લડનારી ૨૦ મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો.

જ્‍યારે કોંગ્રેસ પક્ષના ૧૭ મહિલાઓ જીત્‍યા હતા. વોર્ડ નં. ૧૭માં કોંગ્રેસના ૨ અને ભાજપના ૧ સહિત કુલ ૩ મહિલાઓ વિજય થયા હતા. 

૨૦૧૫માં ભાજપના મતમાં ૫.૬૩

ટકાનું ગાબડુ પડવા છતા સતા ટકાવી

રાજકોટ મ.ન.પા.માં અઢી દાયકામાં કોંગ્રેસે સૌથી સારો દેખાવ ૨૦૧૫માં કર્યો હતોઃ ૩૪ બેઠકો : મેળવી હતી : ૨૦૧૦માં ભાજપે ૫૯ બેઠકો જીતીઃ ૨૦૧૫માં ૪૯.૫૩ ટકા મતદાનમાં ૩૮ બેઠકો મળી : ૨૦૨૧માં ભાજપે ૬૮ તથા કોંગ્રેસને ૪ બેઠક મળી હતી

રાજકોટ તા. ૨૪:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના છેલ્લા અઢી દાયકામાં કોંગ્રેસનો સૌથી સારો દેખાવ વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં થયો હતો. ભાજપે સત્તા તો હાંસલ કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૦ની તુલનાએ ૫.૬૩ ટકા મતનું ગાબડું પડયું હતું. કોંગ્રેસે ૨૦૧૦ની સરખામણીએ ૧૧.૮૯ ટકા મત વધુ અંકે કર્યા હતા.

૨૦૧૦ની મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપને ૫૯ બેઠકો મળી હતી. જ્‍યારે કોંગ્રેસને ૧૦ બેઠકો જીતી હતી. વર્ષ ૨૦૧૦ની ચૂંટણીમાં ભાજપને ૫૧.૮૯ ટકા અને કોંગ્રેસને ૩૩.૭૯ ટકા મત મળ્‍યા હતા.

૨૦૧૫માં આરએમસીની ચૂંટણીમાં ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું તે વખતે ભાજપે ૩૮ બેઠકો જીતી હતી. કોંગ્રેસ ૩૪ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ ચૂંટણીમાં ભાજપને ૪૬.૨૬ ટકા અને કોંગ્રેસને ૪૫.૬૮ ટકા મત મળ્‍યા હતા. વર્ષ ૨૦૧૫માં પાલિકાની ચૂંટણીમાં ૨૦૧૦ની તુલનામાં કોંગ્રેસને ૬.૫૦ ટકા મત વધુ મળ્‍યા હતા. તો ભાજપને ભવ્‍ય જીત વચ્‍ચે ૫.૬૩ ટકા ઓછા મત મળ્‍યા હતા.

વર્ષ ૨૦૧૫માં રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે મવડી, કોઠારીયા વિસ્‍તારના વોર્ડમાં સારો દેખાવ કરવામાં સફળ રહી હતી. ભાજપે સામાકાંઠે, વેસ્‍ટ ઝોન વિસ્‍તારોમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા હતા. ૨૦૧૦ની સરખામણીએ ૨૦૧૫માં મતદાનની ટકાવારીમાં ... ટકા જેટલો વધારો થયો હતો પણ તેનો ફાયદો ભાજપને થયો ન હતો. ભાજપને ૨૧ બેઠકોનું નુકસાન થયું હતું. તો બીજી તરફ કોંગ્રેસને ૨૪ બેઠકોનો ફાયદો થયો હતો. 

 

 

(3:47 PM IST)