તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
જેની શરૂઆત શુભ તેનું બધુ જ શુભઃ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. ભાવચંદ્રજી સ્વામી
અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ભાવચંદ્રજી સ્વામિ આ.ઠા.નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશઃ ધર્મ યાત્રા-શુભેચ્છા સમારોહ સંપન્ન ભગવાન મહાવીર સ્વામી ચોકથી સવારે ૭:૧પ કલાકે ધર્મયાત્રાઃ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે શૌર્યભાવ ચાતુર્માસ શુભેચ્છા સમારોહમાં પરિવર્તીત થઇ : અજરામર સ્થા. જૈન સંઘના આંગણે ૧૧ પંચ મહાવ્રતધારી આત્માઓ ૪ મહિના ધર્મ આરાધના કરાવશેઃ સંઘવી પરિવારના ૪ હળુકર્મી આત્માઓની દિક્ષા બાદ પ્રથમવાર રાજકોટમાં પધરામણી થઇ છે

રાજકોટ તા.૧૬:શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટના આંગણે અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી આદી ગુરુવર્યો એવમ્ પૂ.મહાસતિજીઓ આગામી ચાતુર્માસ-કલ્પનો મહા લાભ સૌરાષ્ટ્રની ધર્મ નગરી રાજકોટ શ્રી અજરામર સંઘમાં આપશે.
આજે તા.૧૬ ગુરુવારે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર મુખ્ય સભાગળહ ખાતે સવારે ૯ કલાકે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
અજરામર સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, ગોંડલ સંઘાણી સંપ્રદાય તથા કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ગુરુ ભક્તો ઉપસ્થિત રહયા હતા.
ચાતુર્માસ પ્રવેશ ધર્મ યાત્રા સવારે ૭:૧૫ કલાકે ભગવાન મહાવીર સ્વામી ચોકથી જિન શાસનના જય ઘોષ સાથે શુભારંભ થઇ.મહિલા કોલેજ બ્રીજ ઉપર થઈને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે શોર્ય ભાવ ચાતુર્માસ શુભેચ્છા સમારોહમાં પરિવર્તીત થઇ હતી.
ગચ્છાધિપતિ પૂ.આ.ભ. ભાવચંદ્રજી સ્વામીએ ફરમાવેલ કે, આજે ચાતુર્માસ પ્રવેશ અત્યંત અહલાદક વાતાવરણમાં અષાઢી બીજના દિવસે ભવ્યતીભવ્ય શોભાયાત્રામાં સંપ્રદાયના ટ્રસ્ટીઓ તેમજ રાજકોટ અજરામર સંઘના પ્રમુખ મધુભાઇ, કમલેશભાઇ સહિતના હાજર છે.
એકવતારી યુગપુરૂષ દાદાગુરૂ અજરામરજી સ્વામીની અનંત કરૂણા, કૃપા પ્રત્યક્ષ હાજર છે. જેની શરૂઆત શુભ તેનુ બધુ જ શુભ થશે. ચાતુર્માસનો હેતુ દાન, શીલ, તપ અને ભાવ છે. ધર્મનગરી રાજકોટમાં લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી આદી ઠાણા ૮ તથા પૂ. શ્રી જયોતિપ્ર રશ્મિ પરિવાર પૂ.શ્રી ઓજસજી મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી ભદ્રતાજી મ.સ. ઠાણા ત્રણ સહિત ૧૧ પંચ મહાવ્રતધારી આત્માઓ જેમાં રાજકોટનો ધર્મ પ્રેમી સંઘવી પરિવારના ચાર ચાર હળુ કર્મી આત્માઓ રાજકોટ અજરામર સંઘના આંગણે સં. ૨૦૧૧ની સાલમાં દીક્ષિત થયેલ સંયમી આત્માઓ પણ સૌપ્રથમ વખત ચાતુર્માસપ્રકલ્પ રાજકોટ ખાતે આચાર્ય ભગવંત સાથે પધારી રહ્યાં હોય સંઘમાં ઉત્સાહ બેવડાયો છે.
આચાર્ય પદ પ્રાપ્ત થયા બાદ રાજકોટમા પ્રથમ વખત ચાતુર્માસ કલ્પનો મહા લાભ આપવા પધારી રહ્યા હોય જબરદસ્ત ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ચાતુર્માસમા જ્ઞાન, દર્શન, ચારિત્ર,તપ, નવ લાખ ઉપરાંત નવકાર મંત્રના જાપ , જ્ઞાન શિબિર સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાનો દાન,શીલ,તપ અને ભાવ ભક્તિ સભર અનેકવિધ રૂડા આયોજન થશે.ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો માટે સવારે નવકારશી તથા બપોરે સાધર્મિક ભક્તિનુ આયોજન રાખવામાં આવેલ હતું.
ચાતુર્માસ નગર પ્રવેશ પ્રસંગે અજરામર સંપ્રદાય,ગોંડલ સંપ્રદાયના પૂ.જશ ઉતમ, પ્રાણ પરિવાર, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.સંત સતિજીઓ ઉપસ્થિત રહયા હતા.
ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી સહિત અનેક પંચ મહાવ્રતધારી આત્માઓના દર્શન વંદનનો લાભ શ્રાવક-શ્રાવિકાઓને મળ્યો હતો. તેમ શ્રી અજરામર સ્થા.જૈન સંઘ, રાજકોટના સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર (મો. ૯૮૨૫૩ ૩૬૧૯૪)ની યાદીમાં જણાવાયું છે.
(3:35 PM IST)










