<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પત્‍નિ એકલો મુકીને જતી રહી, સાળાને ફરિયાદ કરતાં સુરેશની ધોલધપાટ

નાણાવટી ચોક આવાસ ક્‍વાર્ટરનો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં સુરેશભાઇ ભોલાભાઇ કરસાંગરીયા (ઉ.વ.૪૦)ને રાતે તેના બે સાળા શની અને કુમારે ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છ.

સુરેશના કહેવા મુજબ તેને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પોતે પત્‍નિ હેતલ સાથે નાના મવા સર્કલે શેરડી વેંચવા ગયો હતો. બાદમાં રાતે પત્‍નિ તેને એકલો મુકી રિક્ષા કરીને ઘરે જતી રહેતાં સુરેશ પાસે પૈસા ન હોઇ ચાલીને ઘરે પહોંચ્‍યો હતો. આ પછી રાતે સાળાને ફોન કરી તેની બહેન પોતાને મુકીને આવતી રહી હોવાની રાવ કરતાં સાળાઓએ ઉશ્‍કેરાઇ જઇ માર માર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી

(2:46 PM IST)