તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 8th October 2026
લગ્નના બે મહિનામાં જ સાસુએ કહ્યું-તારા બાપના ઘરે જા, અહિ તારું કંઇ કામ નથી!
પતિએ સગર્ભાવસ્થામાં પણ મારકુટ કરીઃ એક વખત તો ઢીકાપાટુ મારી બટકા ભરી લીધા'તાઃ તે ધમકાવતો કે તારા માવતરને વાત કરીશ તો છુટાછેડા લઇ લઇશ ટંકારાના ધુનડામાં સાસરૂ ધરાવતાં અને હાલ રાજકોટ માવતરે રહેતાં માયાબેનની પતિ બ્રિજેશ બરાસરા તથા સાસુ શારદાબેન બરાસરા વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૮: ટંકારના ધુનડા ગામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ ચારેક મહિનાથી માવતરે રહેતી પરિણીતાએ પતિ, સાસુ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્નના બે જ મહિના બાદ સાસુએ નાની નાની વાતે ત્રાસ આપવાનું શરૂ કરી તું તારા બાપના ઘરે જતી રહે, અહિ તારું કંઇ કામ નથી કહે મેણા મારવાનું ચાલુ કર્યુ હતું. પતિ પણ ચઢામણીથી મારકુટ કરતો હતો. સગર્ભાવસ્થામાં પણ તેણીને માર માર્યો હોવાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અંબીકા ટાઉનશીપ સામે વૃજહાઇટ્સ એપાર્ટમેન્ટ વીંગ-એ, ૩૦૧ ખાતે રહેતાં માયાબેન બ્રિજેશભાઇ બરાસરા-પટેલ (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ટંકારના ધુનડા ગામે રહેતાં તેણીના પતિ બ્રિજેશ ભરતભાઇ બરાસરા અને સાસુ શારદાબેન વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. માયાબેનના પિતાનું નામ પ્રાણજીવનભાઇ કોરીંગા છે. તેણી હાલ ચારેક મહિનાથી રાજકોટ માવતરે રહે છે. તેના લગ્ન ૧૮/૨/૨૪ના રોજ ટંકારાના લખધીરગઢના વતની બ્રિજેશભાઈ સાથે થયા છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ લગ્ન બાદ તેણી ધુનડા સજ્જપર ખાતે સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા. લગ્નના શરૂઆતના બે મહિના સારી રીતે વિત્યા બાદ સાસુ શારદાબેનના ચઢામણીથી પતિ બ્રિજેશ નાની-નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા. સાસુ દ્વારા અપશબ્દો બોલી સતામણી શરૂ કરવામાં આવી હતી. તે સતત કહેતાં કે તું અહિથી તારા બાપના ઘરે જતી રહે, તારું અહિ કંઇ કામ નથી, તું મારા દિકરાને સરખી રીતે બોલાવતી નથી કે રાખતી નથી. આ પછી માયાબેન ગર્ભવતી હતા ત્યારે પણ તેમની યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નહોતી. ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાસુની ચઢામણીથી પતિએ માયાબેન સાથે ગાળાગાળી કરી મારઝૂડ કરી હતી, જેના કારણે તેમને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. મોરબીની શુભમ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ તેમની તબિયત વધુ બગડતાં મરજન્સી સિઝેરિયન ઓપરેશન કરવું પડ્યું હતું.
પરંતુ ગંભીર પરિસ્થિતિને કારણે નવજાત બાળક જન્મતાની સાથે જ મળત્યુ પામ્યું હતું. ઓપરેશન બાદ પરણીતાને વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડિલિવરી સમયે પરણીતાને પિયર મોકલવાને બદલે મોરબી મામાજીના ઘરે રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પતિએ આ બાબત પિયરવાળાને કહેશો તો છૂટાછેડા આપી દઈશ એવી ધમકી આપીને ડરાવી રાખી હતી. ત્યારબાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાસરે તેડી ગયા પછી પણ ત્રાસ ચાલુ રહ્યો હતો. ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ પતિએ પરણીતાને ઢીકાપાટુનો માર મારી તથા બટકા ભરીને બીજા દિવસે પિયર મોકલી દીધા હતા. વડીલોની મધ્યસ્થીથી ૧૫ જૂન ૨૦૨૬ના રોજ સમાધાન કરાવીને મોરબી ખાતે અલગ રહેવાનું નક્કી કરાયુ હતું. પરંતુ પતિએ ફરીથી મારઝૂડ કરીને પરણીતાને પિયર મુકી દીધા હતા.
પરણીતા દ્વારા ફેમિલી કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તત શારીરિક-માનસિક ત્રાસ અને સતામણીથી કંટાળીને અંતે તેણીએ ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ આર. જી. પઢીયારની રાહબરીમાં હેડકોન્સ. એ. એન. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:24 PM IST)










