<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

૨૦ લાખથી વધુ દર્દીઓના વિશ્વાસ સાથે વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સની ૨૦ વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા

૧૪ લાખથી વધુ OPD અને બે લાખ ઇમરજન્‍સી દર્દીઓને સારવારઃ સૌરાષ્‍ટ્રની આરોગ્‍યસેવામાં બે દાયકાનો મહત્‍વપૂર્ણ પડાવ

રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે વોકહાર્ટ  હોસ્‍પિટલના સેન્‍ટર  હેડ ડો. દુષ્‍યંત પટેલ અને માર્કેટીંગ હેડ પાર્થ પટેલ નજરે પડે છે.

રાજકોટ, તા.૨૮: રાજકોટ અને સૌરાષ્‍ટ્રના આરોગ્‍યક્ષેત્રમાં છેલ્લા બે દાયકાથી મહત્‍વપૂર્ણ સેવા આપી રહેલી વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સ (એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સ), રાજકોટએ સફળતાપૂર્વક ૨૦ વર્ષની આરોગ્‍યસેવાની સફર પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન હોસ્‍પિટલે ૨૦ લાખથી વધુ દર્દીઓને આરોગ્‍યસેવા પૂરી પાડી, રાજકોટ અને સમગ્ર સૌરાષ્‍ટ્રના હજારો પરિવારો સાથે વિશ્વાસનું મજબૂત બંધન ઊભું કર્યું છે.

હોસ્‍પિટલની ૨૦ વર્ષની આ સફરમાં ૧૪ લાખથી વધુ OPD દર્દીઓ અને બે લાખ જેટલા ઇમરજન્‍સી દર્દીઓએ સારવાર મેળવી છે. આ ઉપરાંત હૃદયરોગ, ક્રિટિકલ કેર, કેન્‍સર, ગેસ્‍ટ્રો, જનરલ સર્જરી સહિત વિવિધ ગંભીર અને જટિલ બીમારીઓ માટે હજારો દર્દીઓને વિશિષ્ટ સારવાર આપવામાં આવી છે. સમય સાથે બદલાતી આરોગ્‍ય જરૂરિયાતોને અનુરૂપ વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સ રાજકોટ દ્વારા આધુનિક ટેકનોલોજી, અનુભવી નિષ્‍ણાત તબીબો અને દર્દી કેન્‍દ્રિત સારવારને સતત પ્રાથમિકતા આપવામાં આવી છે. આજે હોસ્‍પિટલમાં કાર્ડિયાક સાયન્‍સિસ, ન્‍યૂરોસાયન્‍સિસ, ઓન્‍કોલોજી, ઓર્થોપેડિક્‍સ, ગેસ્‍ટ્રો સાયન્‍સિસ, યુરોલોજી, ક્રિટિકલ કેર, જનરલ અને મિનિમલ એક્‍સેસ સર્જરી સહિતની મલ્‍ટિસ્‍પેશિયાલિટી અને સુપર-સ્‍પેશિયાલિટી સેવાઓ ઉપલબ્‍ધ છે.

વોકહાર્ટ હોસ્‍પિટલ પાસે હાલમાં ૨૨૭ બેડ, ૪૮ ક્રિટિકલ-કેર બેડ, ૦૭ આધુનિક ઓપરેશન થિયેટર, બે હાઈ-એન્‍ડ કેથ લેબ, ૧૨૮-સ્‍લાઇસ CT સ્‍કેનર અને ૧.૫ ટેસ્‍લા MRI સહિત અદ્યતન ડાયગ્નોસ્‍ટિક અને ડાયાલિસિસ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. ખાસ કરીને તબીબી કટોકટીની પરિસ્‍થિતિઓમાં સમયસર સારવાર પૂરી પાડવામાં હોસ્‍પિટલે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 24x7 ઇમરજન્‍સી અને ક્રિટિકલ કેર સેવાઓ દ્વારા ગંભીર અને જટિલ કેસોમાં દર્દીઓને તાત્‍કાલિક સારવાર આપવામાં આવે છે. વિવિધ સ્‍પેશિયાલિટીના તબીબો વચ્‍ચેના સંકલનથી મલ્‍ટિડિસિપ્‍લિનરી સારવારની સુવિધા પણ ઉપલબ્‍ધ કરવામાં આવે છે.

આ પ્રસંગે વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સ, રાજકોટના સેન્‍ટર હેડ ડો. દુષ્‍યંત પટેલે જણાવ્‍યું હતું કે, ‘વોકહાર્ટ હોસ્‍પિટલ્‍સ રાજકોટ માટે ૨૦ વર્ષ પૂર્ણ થવું અત્‍યંત મહત્‍વપૂર્ણ પડાવ છે. આ સફર અમારા દર્દીઓના વિશ્વાસ, ડોક્‍ટરો અને સમગ્ર આરોગ્‍યસેવા ટીમના સમર્પણ તથા રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં સતત વધુ સારી અને અદ્યતન આરોગ્‍યસેવા ઉપલબ્‍ધ કરાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે. આગામી ૨૦ વર્ષમાં પણ વધુ અદ્યતન, સલામત અને સંવેદનશીલ સારવાર લોકો સુધી પહોંચાડવી અમારી પ્રાથમિકતા રહેશે.'

(2:34 PM IST)