News of Thursday, 26th November 2026
વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાનઃ ઓર્થોપેડિક રોબોટથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભ

રાજકોટ, તા. ર૬: સુપર-સ્પેશિયાલિટી હેલ્થકેર સંસ્થા વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા આજે અત્યાધુનિક AI-આધારિત રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી (AI-Based Robotic-Assisted Knee Replacement Surgery) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. દર્દી સેવાના ૨૦મા વર્ષમાં પ્રવેશેલી એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટમાં AI આધારિત ઓર્થોપેડિક રોબોટની મદદથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ કરવામાં આવી છે. પરંપરાગત ઘૂંટણ રિપ્લેસમેન્ટની સાથે આ નવી સુવિધા ઉપલબ્ધ થતાં રાજકોટ અને સૌરાષ્ટ્રના યોગ્ય દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી ગયા વિના રાજકોટમાં જ રોબોટિક સહાયવાળી સર્જરીનો વિકલ્પ મળશે. વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા આધુનિક ટેક્રોલોજી, અનુભવી નિષ્ણાત તબીબો અને દર્દીકેન્દ્રિત સારવારને સતત પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં હવે હવે હોસ્પિટલમાં AI આધારિત ઓર્થોપેડિક રોબોટની મદદથી ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ થઈ છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટના સિનિયર કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. રૂપેશ મહેતાના નેતળત્વમાં શરૂ કરાયેલી આ સુવિધા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને વધુ સચોટ, સુરક્ષિત. ઝડપી અને પીડારહિત રિકવરીની નવી આશા આપે છે.
આ અંગે વધુ માહિતી આપતા વોકહાર્ટ હોસ્પિટલ્સના સેન્ટર હેડ ડો. દુષ્યંત પટેલ જણાવે છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ઘર નજીક નિષ્ણાત સારવાર મળી રહે એ અમારી સેવાયાત્રાનું કેન્દ્ર રહ્યું છે. વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ દર્દી સેવાના ૨૦માં વર્ષમાં પ્રવેશી છે ત્યારે સારવારમાં સમયાનુકૂળ નવી તકનીકનો સમાવેશ કરવાની દિશામાં અમે વધુ એક પગલું ભર્યું છે. એઆઈ આધારિત રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ થતાં દર્દીઓને રાજકોટમાં જ આ સારવારનો વિકલ્પ મળશે. નિષ્ણાત પરામર્શથી લઈને સર્જરી, ફિઝિયોથેરાપી અને અનુસંભાળ સુધીની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી એ આ પહેલનો ઉદ્દેશ છે
(4:23 PM IST)










