<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

વિશાખા ક્રેડિટ સોસાયટીના ચેક રીટર્નના કેસમાં મહિલા ડિફોલ્‍ટરને એક વર્ષની સજા

રાજકોટ, તા.૨: શહેરની જાણીતી વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવામાં આપેલો ચેક રીટર્નના કેસમાં અદાલતે  ડિફોલ્‍ટર પુષ્‍પાબેન બારૈયાને એક વર્ષની સજા અને ચેક મુજબની સમય મર્યાદામાં રકમ ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા પુષ્‍પાબેન રામજીભાઈ બારૈયા નામના મહિલાએ વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લોન લીધી હતી. જે લોનની બાકી રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.

ત્‍યારબાદ  કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદી મંડળીના એડવોકેટ અનિરુદ્ધ નથવાણી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત તેમજ દસ્‍તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપિત થયેલા ચુકાદાઓ ટાંકેલા જે ધ્‍યાને લઈ  એડી. ચીફ જયુડી. મેજી.  જે. એ. પટેલે  આરોપી પુષ્‍પાબેન રામજીભાઇ બારૈયાને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદનો હુકમ કરવામાંઆવ્‍યો. તેમજ ચેક મુજબની રકમ આરોપીએ ફરીયાદીને વળતર તરીખે એક માસમાં ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે અને તેમા નિષ્‍ફળ જાય તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂધ્‍ધ એ. નથવાણી,  દિવ્‍યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, શ દર્શિત સી.પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયેલ હતા.

(3:50 PM IST)