<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

અંબિકા પાર્ક ખાતે માં આરાસુરીની આરાધનાઃ રાસ-ગરબાની રમઝટ

 

રાજકોટઃ શહેરના અંબિકા પાર્ક, રૈયા રોડ ખાતે છેલ્લા ૩૨ વર્ષથી નવરાત્રી દરમિયાન બાળાઓ દ્વારા પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. આ વર્ષે ૮૧ બાળાઓ- બાળકો વિવિધ રાસથી માતાજીની આરાધના કરી રહયા છે. જેમાં સોના વાટકડી, મહિસાસુર વધ, અઘોર નગારા વાગે, માતાજીની સ્‍તુતી, શિવાજીનું હાલરડુ સહિતના રાસ ગરબા  ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, ભાજપ મહિલા અગ્રણીશ્રી અંજલીબેન રૂપાણી, યુવા અગ્રણીશ્રી ઋષભભાઇ રૂપાણી, જલારામ ટ્રાન્‍ટપોર્ટના શ્રી હસુભાઇ ભગદે, સુંદરમ બિલ્‍ડર્સના શ્રી અશોકભાઇ લશ્‍કરીએ નિહાળી બાળાઓ- બાળકોને પ્રોત્‍સાહીત કર્યા હતા. અંબિકા પાર્ક ફલેટ હોલ્‍ડર્સ એસોસીએશનના ચેરમેન યશવંતભાઇ ભટ્ટ, પ્રમુખ પ્રતાપભાઇ વોરા, ઉપપ્રમુખ હસુભાઇ ભગદે, સેક્રેટરી વિમલભાઇ ત્રિવેદી, ખજાનચી ધર્મેશભાઇ શાહના માર્ગદર્શન હેઠળ આત્‍મીય યુવા ગ્રુપના દિપક સરવૈયા, મિતેષ વોરા, ધ્રુમીલ પારેખ, ધર્મદિપસિંહ ઝાલા, સાગર લીંબડ, પૂર્વીત મહેતા, સચીન ભટ્ટી, દિપેશ પરમાર, ગોૈરવ રવાણી, દિપક થડેશ્વર, ઓમ સરવૈયા, જયેશ પટેલ, હાર્દિક ઠક્કર, ચેતન, નંદ પારેખ, સંજય ટોળીયા તથા આત્‍મજા મહિલા મંડળના જુલીબેન કોટેચા, મેઘા પારેખ, હેતલબેન શાહ, કૃપાબેન દેવાણી, નતાશા થડેશ્વરના સંચાલન હેઠળ બાળાઓ-બાળકોને તાલીમ ધ્રુવીશા સરવૈયા, ભકિત પતીરા, ફોરમ થડેશ્વર, નીશા ભટ્ટ, પ્રાચી પરમાર, પ્રીતી જાની, હેતલ રવાણી, વૈશાલીબા ઝાલા, ભાવેશ થડેશ્વર, યુગ દેવાણી, શીતલ લીંબડ, પ્રાચી શાહ દ્વારા આપવામાં આવી હતી. આ તકે સોસાયટીના સભ્‍યો કિશોરભાઇ કક્કડ, સુનીલભાઇ મજેઠીયા, દામોદરભાઇ પટેલ, ગોપાલભાઇ કોટેચા, લલીતભાઇ મહેતા, છગનબાપા પટેલ, ટીનાભાઇ પરમાર સહિતના સેવા આપી રહયા છે. ચાંદનીબેન પરમારનો ગરબી મંડળને સાથ સહકાર મળેલ છે.

(2:10 PM IST)