તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
રાયોટીંગ-મારામારી, સાયબર ક્રાઇમના ગુનામાં ફરાર યશ, અને શક્તિ પકડાયા
પેરોલ ફરલોના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૭: રાયોટીંગ-મારામારીના ગુનામાં છ મહિનાથી ફરાર એક શખ્સને અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બે ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમોએ પકડી લીધા છે.
માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલા મારામારી, રાયોટીંગનો ગુનો દાખલ થયો તેમાં ભાવનગર રોડ વિજયનગર સોસાયટી-૯માં રહેતો યશ હરેશભાઇ સોલંકી (ઉ.વ.૨૧) પણ સામેલ હોઇ તે ભાગી ગયો હતો. તેને હસ્તગત કરી લેવાયો છે.
બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુનામાં કોઠારીયા સોલવન્ટ પાછળ હુશેની ચોક નારાયણનગરમાં રહેતો શક્તિ ધર્મેન્દ્રસિંહ જનવાર (ઉ.વ.૩૧) ફરાર હોઇ તેને પણ પકડી લેવાયો હતો. આ કામગીરી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલોના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. સિરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચોૈહાણ, રોહિતભાઇ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા. કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી.
(3:31 PM IST)










