તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
વડોદરાની લૂંટના ગુનામાં બે વર્ષથી ફરાર યોગેશ રાજકોટમાં ઝડપાયો
આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની ટીમની કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. સંજયભાઇ મિયાત્રા, કોન્સ. મહેશભાઇ કોઠીવાળની બાતમી

રાજકોટ તા.૨: નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હોઇ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રવીભાઈ વાંક, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મિયાત્રા અને કોન્સ્ટેબલ મહેશભાઈ કોઠીવાળને ચોક્કસ ખાનગી બાતમી મળતાં યોગેશ ઉર્ફે રાકેશ રામસીંગભાઇ સીંગર (ઉ.વ.૨૮, રહે. વેલનાથ સોસાયટી રાજકોટ)ને તે વડોદરા શહેરના પાણીગેટ પોલીસના લૂંટના ગુનામાં નાસતો ફરતો હોઇ ઝડપી લીધો હતો અને વડોદરા પોલીસને સોંપ્યો હતો.વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં યોગેશ ઉર્ર્ફે રાકેશ વિરૂધ્ધ બે વર્ષ પહેલા લૂટનો ગુનો નોંધાયો હતો. તેમાં તે સતત ફરાર હતો. દરમિયાન તે રાજકોટમાં હોવાની બાતમી પરથી પકડી લેવાયો હતો. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી. વી. જાવધની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, અને ટીમે આ કામગીરી કરી હતી.
(4:06 PM IST)










