<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કેસરીયો રંગ તને લાગ્‍યો... રઘુકુળમાં ‘અકિલા રઘુવંશી બીટ્‍સ' માં રાસ રસીયાઓએ જગાવી રંગત

ટીંબડી, મંડળી ગરબા સહિત અનેક નવી ગરબાની સ્‍ટાઇલનાં તાલે યુવાધન મનમુકીને રાસ-તરબોળ થયું

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬માં ‘વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા', 'ઉંચા ઉંચા રે માંડી તારા ડુંગરા રે..'', ''મોતી વેરાણાં ચોકમાં', 'આશોની અજવાળી રાત', 'માં પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી', 'ઝુલણ મોરલી વાગી રે..', 'પંખીડા તું ઉડી જાજે'', ''ચોટીલાના ડુંગરે ચામુંડા'', ''ગોરી રાધાને કાળો કાન', ''તારા વિના શ્‍યામ'' વિગેરે ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડ મા હજારો ખૈલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે. સજજડ પાકશ્નગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકૂળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી રહયાં છે. સ્‍થળ પરથી પણ ડેઈલી પાસની સુંદર વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

ચોથા નોરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્‍સ તરીકે યુગ ચંદારાણા તથા પ્રિન્‍સેસ તરીકે કારિયા મિત્રા, વિશ્વા જેઠવા, બોદાણી ભવ્‍યા વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ અંશ પોપટ તથા પ્રિન્‍સેસ કાલરીયા શ્રેયા તથા ગ્રુપ બી માં પ્રિન્‍સ તરીકે ચતવાણી શ્‍યામ, માણેક હેત, ગણાત્રા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસ તરીકે ઠક્કર યેશા, જાની દિયા, ધારા પોપટ વિજેતા બન્‍યા છે તથા સીગ્રુપમાં પ્રિન્‍સ તરીકે ચંદારાણા વિમલભાઈ તથા પ્રિન્‍સેસ તરીકે પંડિત રશ્‍મીબેન વિજેતા બન્‍યા હતાં.

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬''માં સંદીપભાઈ સખીયા(શગુન જવેલર્સ), પ્રતિકભાઈ ગોરસિયા (શગુન જવેલર્સ), પ્રજ્ઞેશભાઈ સૂચક (દેવપુષ્‍પ મેડીકલ), પરાગભાઈ સૂચક (દેવપુષ્‍પ મેડીકલ), શુભમ ખંધેડીયા (કોટક મોબાઈલ), યજ્ઞેશભાઈ વસંત (બનાદાસ ચા), હિમાંશુભાઈ વસંત (બનાદાસ ચા), રજનીભાઈ ત્રિવેદી, કલ્‍પેશભાઈ કોટક, અમરભાઈ દવે, આશાબેન દવે સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતાં. ડેઈલી પાસ માટે  ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬' નું ગ્રાઉન્‍ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરીને મેળવી લેવા જણાવાયું છે.

(2:22 PM IST)