તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
તમે મત આપો, અમે વિકાસ આપશું: વોર્ડ નં. પ ના ભાજપના ઉમેદવારોની અપીલ
કમળને મત એટલે વિકાસને મત

રાજકોટ તા. રપઃ વોર્ડ નં. પ ના ભાજપના ઉમેદવારો દિલીપ લુણાગરિયા, સંજય ચાવડા, રસિલાબેન સાકરિયા અને સ્મિતાબેન ગોહેલએ કાલે કમળને મત આપી પોતાને વિજેતા બનાવવા અપીલ કરી છે.
ભાજપના ચારેય ઉમેદવારોએ જણાવ્યું છે કે, રાજકોટમાં ભાજપના સુશાસનથી લોકોની સુવિધા અને સુખાકારીમાં સતત વધારો થતો રહ્યો છે. કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઇ પટેલ તથા હર્ષભાઇ સંઘવીના નેતૃત્વ હેઠળની સરકારે પ્રજાલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કમળને મત એટલે વિકાસને મત છે. વોર્ડ નં. પ માં ભાજપને જબ્બર જનસમર્થન મળી રહ્યું છે. મતદારો કાલે ભાજપને મત આપી વિજેતા બનાવે તેવી અપીલ છે. ચૂંટણી જીતીને અમે હંમેશા લોકસેવા માટે સક્રીય રહેશું.
(3:15 PM IST)










