<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી ખાતે વ્‍યસન મુક્‍તિ અને મહિલા સશક્‍તિકરણ વિષે યુવા સંવાદ

મેરા યુવા ભારત, યુવા કાર્યક્રમ રમતગમત મંત્રાલય દ્વારા

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીજી દ્વારા દેશભરમાં યુવા સંવાદ કાર્યક્રમો ને અનુલક્ષીને મેરા યુવા ભારત, રાજકોટ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વ્‍યસન મુક્‍તિ અને મહિલા સશક્‍તિકરણ વિષયક યુવા સંવાદ કાર્યક્રમ ગુજરાતી ભવનના દીપકભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો.

કાર્યક્રમના વકતા  ડો. પાર્થ ભાઈ પંડ્‍યા,  ડો. નેહાબેન  ચૌહાણ ( કણસાગરા કોલેજ ), મુખ્‍ય અતિથિ તરીકે  સમાજ કાર્ય ભવનના રાજુભાઈ દવે, અર્થશાસ્‍ત્ર ભવનના પ્રો.શાહ તેમજ  ભારતીય જનતા પાર્ટીના પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ, રાજકોટ જિલ્‍લા યુવા ભારત અધિકારી સ્‍વરૂપ દેશભ્રતાર, માય ભારતના કો ઓર્ડીનેટર રાજુભાઇ રાઠોડ ખાસ ઉપસ્‍થિત રહ્યા.

આ તકે ડો. નેહાબેન  ચૌહાણએ તેમના વકતવ્‍ય મા જણાવ્‍યું હતું કે, આજના યુવાને મતદાન માટે જાગૃત રહેવું જોઈએ.

આ તકે ડો.પાર્થભાઈ પંડ્‍યા એ ઉપસ્‍થિત યુવાનોને માર્ગદર્શન આપતાં જણાવ્‍યું હતું કે વિકસિત ભારત માટે પોતાના વિકાસ થકી રાષ્ટ્રનો વિકાસ થઈ શકે છે લાઇફમાં આગળ વધવા માટે માઈન્‍ડ સેટ પોઝિટિવ હોવું જરૂરી છે વ્‍યસનથી દૂર રહેવું પોતાના પરિવાર સમાજ રાજ્‍ય અને દેશ માટે બહુ જ મહત્‍વનું છે.

આ તકે અધ્‍યક્ષ સ્‍થાનેથી સૌરાષ્ટ્ર યુનિ. ગુજરાતી ભવનના વડા  ડો. દીપકભાઈ પટેલ અને પ્રો.શાહ જણાવ્‍યું હતું કે, આજની ૨૧ મી સદીમાં અભ્‍યાસની સાથે સ્‍કિલ જરૂરી છે. 

આ પ્રસંગે જિલ્‍લા યુવા અધિકારીશ્રી સ્‍વરૂપ દેશભ્રતાર એ માય યુવા ભારત દ્વારા  યોજાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી રજૂ કરી હતી. યુવાનો દ્વારા ઉત્‍સાહપૂર્વક કરવામાં આવેલી ભાગીદારી અંગે પણ માહિતી આપી હતી

(3:48 PM IST)