તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 22nd May 2026
અમુલ સર્કલ પાસે મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં વિજકરંટથી યુવાનનું મોત
૩૭ વર્ષિય રાજુભાઇ શીંગાળાના મોતથી છ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૨: આજીડેમ ચોકડી નજીક અમુલ સર્કલ પાસે મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં રીપેરીંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રીશીયન યુવાનને વિજકરંટ લાગતાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સોની બજારમાં પ્રતાપ કુંવરબાર સ્કૂલ પાસે રહેતાં રાજુભાઇ મગનભાઇ (મંગલાભાઇ) શીંગાળા (ઉ.વ.૩૭) નામના યુવાન સવારે નવેક વાગ્યે અમુલ સર્કલ પાસે આવેલા મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં રીનોવેશન ચાલુ હોઇ લાઇટને લગતું કામ કરતી વખતે ઇલેક્ટ્રીક ડ્રીલથી હોલ પાડતો હતો ત્યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજુભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકાર અને ત્રણ દિકરી છે. મૃતક યુવાન મુળ જાલોદનો વતની હતો.
બીજા બનાવમાં ગુંદાવાડી-૧૪માં રહેતાં સંજયભાઇ નાથાભાઇ દોશી (ઉ.વ.૫૯) સવારે લક્ષ્મીવાડી-૧ના ખુણે પોતાની પ્લાસ્ટીકની ઘરવખરીની ચીજવસ્તુલની લારી રાખીને ઉભા હતાં ત્યારે એચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયૂં હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં નાના હતાં અને એકલા રહેતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તેમના મોટા ભાઇ મુંબઇ રહેતાં હોઇ તેમને જાણ કરવા પોલીસે તજવીજ કરી હતી.
(2:34 PM IST)










