તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં ૧થી ૩ ઇંચઃ ધોળીધજા ૯૦% ભરાર્યો
વાંસલ ડેમ ઓવરફલો થયોઃ સુરેન્દ્રનગર જીલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૪ :.. ઝાલાવાડ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં વિપુલ ઙ્કમાણમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા માટે ‘રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
અવિરત વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયો છલકાઈ રહ્યા છે. સતત વરસાદને પગલે સુરેન્દ્રનગરનો મહત્વનો વાંસલ ડેમ ઓવરફલો થઈ ગયો છે, જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ છવાયો છે. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીનો મુખ્યસ્ત્રોત ગણાતો ધોળીધજા ડેમ પણ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે, જેથી શહેર અને જિલ્લાની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
દસાડા તાલુકામાં સૌથી વધુ ૩ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વઢવાણ, લખતર, મૂળી અને ચુડા તાલુકામાં ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ડેમોમાં પાણીની ભારે આવક અને ઓવરફલોની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ બન્યું છે. વાંસલ ડેમ ઓવરફલો થતાં અને ધોળીધજા ડેમની સપાટી વધતાં નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી એલર્ટ (સાવધ) કરવામાં આવ્યા છે. લોકોને નદીપટ કે જળાશયો નજીક ન જવાની તથા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.
શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, શહેરમાં સારા વરસાદની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાસ કરીને શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ નજીક સમગ્ર રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
