<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મેંદરડા દોઢ, વિસાવદર, જુનાગઢ-જામજોધપુર-ભાવનગરમાં ૧ ઇંચ વરસાદ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મેઘરાજાના રાઉન્‍ડની તૈયારીઃ સર્વત્ર વાદળા છવાયાઃ ભરપૂર વરસાદની રાહ

ભાવનગર : શહેરમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) (પ-૧૪)

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ છવાયેલ છે. પરંતુ ભરપૂર વરસાદ વરસે તેવી રાહ જોવાઇ રહી છે. આવા વાતાવરણ વચ્‍ચે મેંદરડામાં દોઢ, વિસાવદર, જુનાગઢ, જામજોધપુર, ભાવનગરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્‍યત્ર ઝાપટા વરસ્‍યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૩.૫ ડિગ્રી, લઘુતમ ૨૭.૫ ડિગ્રી, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૫ કિ.મી. રહી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્‍ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્‍યો છે. આજે સવારથી જ ભાવનગર શહેરમાં મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે.  અને એકાદ ઇંચ વરસાદ પડયો હતો. જ્‍યારે ઘોઘામાં સવારે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ હોય વરસાદ પડવાની સંભાવના છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

મેંદરડા             ૭ મી. મી.

વંથલી             ૧૦ મી. મી.

જુનાગઢ    ર૧ મી. મી.

ભેંસાણ     ૧૩ મી. મી.

વિસાવદર  ર૩ મી. મી.

મેંદરડા             ૩૭ મી. મી.

કેશોદ              ૮ મી. મી.

માળીયાહાટીના     ૬ મી. મી.

જામનગર

જામજોધપુર        રપ મી. મી.

જોડીયા            ૪ મી. મી.

વાંસજાળીયા       ૧ર મી. મી.

જામવાડી   ૬ મી. મી.

સમાણા     પ મી. મી.

પરડવા            ૮ મી. મી.

ભણગોર    ૪ મી. મી.

મોટા વડાળા       ૩ મી. મી.

ભાવનગર

શિહોર              ૧પ મી. મી.

ભાવનગર  ર૩ મી. મી.

જેશર              ર મી. મી.

ઉમરાળા    ૧૭ મી. મી.

ઘોઘા              ૧૧ મી. મી.

તળાજા            ૧૭ મી. મી.

ગારીયાધાર ૩ મી. મી.

ગીર સોમનાથ

ગીરવઢડા  ર મી. મી.

તલાલા            ૧૧ મી.મી.

પાટણ-વેરાવળ     ૯ મી.મી.

સુત્રાપાડા   ૪ મી.મી.

કોડીનાર    ૧૦ મી.મી.

ઉના        ૭ મી.મી.

દેવભુમી દ્વારકા

ભાણવડ    ૬ મી.મી.

ખંભાળીયા     ૧ મી.મી.

કલ્‍યાણપુર     ૧ મી.મી.

(11:01 AM IST)