<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

વઢવાણમાં ૧ ઇંચઃ અષાઢી બીજના આજે સાર્વત્રિક વરસાદની રાહ

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવતઃ પવનના સૂસવાટા સાથે મિશ્ર હવામાન

વઢવાણમાં વરસેલ વરસાદ તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચોૈહાણ- વઢવાણ)

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે અષાઢી બીજના સાર્વત્રિક વરસાદથી સોૈ કોઇ કાગડોળે રાહ જોઇ રહયા છે. આજે સુરેન્‍દ્રનગરના વઢવાણમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્‍યત્ર ઝાપટા વરસ્‍યા છે.

વઢવાણ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વરસાદની સિસ્‍ટમ સક્રિય થઈ છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્‍યો છે સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે ૦૪ લાખ હેક્‍ટર જમીન ઉપર કપાસ તલ લીલોચારો શાકભાજી એરંડા જેવા પાકોનું વાવેતર કર્યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગરના વઢવાણ વિસ્‍તારમાં થોડા દિવસથી વરસાદ ખેંચાયો હતો પરંતુ ગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્‍યો છે અને એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદના સમયે સુરેન્‍દ્રનગરના વઢવાણમાં વરસવા પામ્‍યો છે.

વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની પરિસ્‍થિતિનો પણ નિર્માણ થયું છે જેમાં રાજકોટ બાયપાસ રોડ વઢવાણ ગણપતિ ફાટસર રોડ સુરેન્‍દ્રનગર વઢવાણ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા ના પ્રશ્નો સર્જાયા હતા જોકે આ મુદ્દે પાલિકાના અધિકારીઓને આ બાબતે શહેરીજનો દ્વારા જાણ કરવામાં આવતા અલગ અલગ કામે લગાવી અને વરસાદી પાણીનો નિકાલ થાય તે દિશામાં પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યા હતા.

પરંતુ વરસાદના કારણે જગતનો તાત પણ ખુશીની લહેરમાં દોડી ઉઠવા પામ્‍યો હતો થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત એક કલાકમાં જ વઢવાણ વિસ્‍તારમાં એક ઇંચ જેટલા વરસાદ ખબકવા પામ્‍યો છે જેને લઇને સમગ્ર વઢવાણ વિસ્‍તારમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે અને ગરમી માંથી પણ આંશિક રાહત મળી છે અને વાવેતરને પણ જીવંતદાન મળ્‍યું છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અષાઢી બીજ ના પવિત્ર પર્વ ની ઉજવણી મેઘરાજા એ પણ કરવું હોય તેમ વરસાદે શુકન ના અમી છાંટણા વરસાવી રોડ ભીંજવેલ હતા. ગઈકાલે અષાઢી બીજ ની પૂર્વ સંધ્‍યા એ છાંટાણા પડ્‍યા બાદ આજે વહેલી સવારે પણ મેઘરાજા સામાન્‍ય છાંટાણા વસાવી ગયા હતા.

ગઈકાલે બપોર બાદ થી આકાશમાં વાદળો ધેરાયેલા જોવા મળેલા હતા. લગભગ છેલ્લા એક અઠવાડિયા બાદ ભારે ગરમી અને બફારા વચ્‍ચે વરસાદ ની અસર ગઈકાલ થી પુનઃ જોવા મળેલ હતી.

કેશોદ વિસ્‍તારમાં વાવણી કાર્ય થઈ ગયેલ હોય જો અષાઢી બીજનો વરસાદ પડે તો ઉભા પાક માટે ફાયદો બની જશે. દરમિયાન સારો વરસાદ થાય તેવું વાતાવરણ જણાય રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૫ ડિગ્રી, લઘુતમ ૨૮, ભેજ ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૩.૪ કિ.મી. રહી છે.

 

(11:46 AM IST)