તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
રાજુલા નજીક અજાણ્યા વાહનની ટક્કરે ૧ વર્ષના સિંહબાળનું મોતઃ ચાલક ફરાર
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સાવજો માટે બન્યો કાળઃ રાત્રે પુલ ઉતરતા સર્જાયો અકસ્માત

(જગદીશ ઝાંખરા દ્વારા)રાજુલા તા.૧૪: રાજુલા તાલુકામાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સાવજો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. ભૂતકાળમાં વાહનની હડફેટે અનેક સાવજોના મોત થયા બાદ મોડી રાત્રે દાતરડી ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે એક વર્ષની ઉંમરના સિંહબાળનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના દાતરડી ગામ નજીક પુલ ઉતરતા રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે બની હતી. એક વર્ષની ઉંમરનું સિંહબાળ હાઇવે ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને હડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટયો હતો. પ્રથમ દૃષ્ટિએ કોઈ કારની ટક્કરે સિંહબાળનું મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે.
બનાવની જાણ થતાં જ રાજુલા રેન્જ ફોરેસ્ટ કચેરીનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગે સિંહબાળના મળતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે.
ભાવનગર-સોમનાથ હાઈવે પર વારંવાર સિંહોના અકસ્માતની ઘટનાઓ બનતા વન્યપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. વન વિભાગે અજાણ્યા વાહન ચાલકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
