<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

માળીયા મિંયાણા પાસે ગેરકાયદે રેતી ભરેલા ૧૦ ડમ્‍પરો પકડાયાઃ રેન્‍જ આઇજીની ટીમનો સપાટો

હરીપર નજીક મચ્‍છુ નદીમાં હિટાચી-બે હુડકો બોટ સહિત ર.૬૪ કરોડનો મુદામાલ કબ્‍જે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૪ : રાજકોટ રેન્‍જ આઈજી દ્વારા ખનિજચોરી ડામવા તમામ જિલ્લામાં સઘન વોચ ગોઠવી છે ત્‍યારે બુધવારે રેન્‍જ આઈજીની ટીમે માળીયા મિયાણા તાલુકામાં બે સ્‍થળે અલગ અલગ કાર્યવાહી કરી સરવડ નજીક રેતીની ખનીજ ચોરી કરતા ૧૦ ડમ્‍પર ઝડપી લેવાની સાથે હરિપર નજીક નદી કાઠે ગેરકાયદેસર રેતી કાઢતા એક હીટાચી અને બે હોડકા તેમજ બોટ સહિત કુલ ૨.૬૪ કરોડનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.

રાજકોટ રેન્‍જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાને પગલે રેન્‍જ પોલીસ ટીમે માળીયા મિયાણા -જામનગર હાઇ-વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલા ૧૦ ડમ્‍પર ઝડપી લીધા હતા જેમા (૧) GJ-૩૬-X-૫૦૦૨ ડ્રાઇવર ભાવેશભાઈ પાંચાભાઈ સોલંકી માલીક પ્રતિકભાઇ દલીપભાઈ ચાદરા રહે. બંન્ને જામનગરના ડમ્‍પરમાં ૪પ ટન રેતી મળી આવતા કિ.રૂા.રપ,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ હતો. (૨) GJ-૧૦-TY-૫૨૬૬ ડ્રાઇવર જુનેશભાઈ સુમારભાઈ ખીચડી રહે.જોડીયા માલીક- ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડાના ડમ્‍પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂા.રપ,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ છે. (૩) GJ-૧૦-TY-૨૧૦૨ ડ્રાઈવર કરણ રહે.ધ્રોલ જામનગર માલીક, ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડાના ડમ્‍પરમાં ૪૮ ટન રેતી મળી કુલ રૂા.ં ૨૫, ૦૦, ૦૦૦ કબ્‍જે કરેલ હતો . (૪) GJ-૧૦-AT-૫૭૪૯ ડ્રાઇવર મહેશસિહ રણજીતસિહ પરમાર રે.જામનગર માલીક- પરીશ્રમ એન્‍ટરપ્રાઈઝ જામનગરના ડમ્‍પરમાં પ૧ ટન રેતી મળી કી.રૂા.૨૫, ૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતુ. (૫) GJ-૧૦-TY-૪૦૦૫ ડ્રાઇવર હારુનભાઈ અબ્‍દુલભાઇ છે૨ ૨હે. જામનગર માલીક- રાજુભાઇ પટેલના ડમ્‍પરમાં ૧૯ ટન રેતી મળી કિ.રૂા.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતું (૬) GJ-૧૦-AT-૮૧૬૩ ડ્રાઇવર કલ્‍પેશભાઈ ડાયાભાઈ કટેસીયા રહે.જામનગર માલીક- ઇશ્વરભાઈ જેઠાલાલ કટેસીયા રહે.જામનગર ના ડમ્‍પરમાં ૪૯ ટન રેતી મળી કિ.રૂા.રપ,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતું. (૭) GJ-૩૬-X-૨૦૦૩ ડ્રાઈવર લાલજીભાઇ ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક- પીન્‍ટુભાઈ સીણાભાઈ ડાભી રહે.સુંદરીભવાનીના ડમ્‍પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂા.૨૫,૦૦, ૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતું (૮) GJ-૩૮-V-૮૪૪૪ ડ્રાઈવર નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક નરેન્‍દ્રસિહ કુવરસિંહ ચાવડા રહે.જામનગરના ડમ્‍પરમાં ૬૦ ટન રેતી મળી કિ.રૂા.રપ,૦૦,૦૦૦ગણી કબ્‍જે કરેલ હતું. (૯) GJ-૧૦-TX-૯૦૦૩ ડ્રાઇવર રજાક સુભાનભાઈ જેડા રહે. મોરબી માલીક- રુત્‍વીક અમુભાઈ ખીમાણીયા રહે.મોરબીના ડમ્‍પરમાં ૪૬ ટન રેતી મળી કિ.રૂા.રપ,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતું અને (૧૦) GJ-૩૬-T-૯૨૫૯ ડ્રાઇવર આવેશ હારીનભાઈ જામ રહે.માળીયા માલીક- અજય રમેશભાઈ મીયાત્રા રહે.મોરબીના ડમ્‍પરમાં ૪૩ ટન રેતી મળી કિ.રૂા.૨૫,૦૦,૦૦૦ ગણી કબ્‍જે કરેલ હતું.

આ ઉપરાંત માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે મચ્‍છુ નદીના કાંઠેથી રેતીનુ ખનન કરતા હોય રેન્‍જ આઈજીની ટીમે ખાણ-ખનીજના અધિકારી સાથે રેઈડ કરતા ઉપરોક્‍ત જગ્‍યાએથી એક હીટાચી મશીન કિ.રૂા.૯૦,૦૦,૦૦ તેમજ બે હુડકા-બોટ કિ.રૂા.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૨,૬૪,૦૦, ૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા દંડની કાર્યવાહી કરવા મુદ્દામાલને માળીયા મિયાણા પોલીસ મથક ખાતે સોંપી આપવામાં આવેલ હતા

(11:53 AM IST)