<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સાકરથી ધોલેરા પાણીની લાઇન નાખવાની કામગીરી સામે લીંબડીના ૧૦ ગામો પ્રભાવિત થતા ખેડૂતોમાં રોષ

 

વઢવાણ તા.૪: સાકરથી ધોલેરા જતી પાણીની લાઈન નાખવાની કામગીરી સામે લીંબડી તાલુકાના ૧૦થી વધુ ગામોના પ્રભાવિત ખેડૂતોમાં રોષ પ્રસર્યો છે. ખેતીની જમીનમાંથી પસાર થતી પાઈપલાઈનને કારણે પાક અને જમીન થતાં નુકસાનના વળતરના પ્રશ્ને લીંબડીના ૧૦થી વધુ ગામોના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

ખેડૂતોએ સ્‍પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ મામલે યોગ્‍ય વળતર નહીં ચૂકવાય આંદોલન કરવામાં આવશે. ખેડૂતોના જણાવ્‍યું હતું કે સાકર-ધોલેરા પાણીની લાઈન નાખવાની કામગીરીથી તેમની ફળદ્રુપ જમીનો અને પાકને નુકસાન થશે.

તંત્ર દ્વારા અગાઉ સરવે કે ખેડૂતો સાથે પરામર્શ કર્યા વિના કામગીરી આગળ વધારવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોની મુખ્‍ય માગણી છે કે લાઈન નાખવાથી જે જમીન પ્રભાવિત થાય અને પાકને નુકસાન થાય તેનું બજાર કિંમત મુજબ યોગ્‍ય અને વ્‍યાજબી વળતર તાત્‍કાલિક ધોરણે ચૂકવવામાં આવે.

વધુમાં ખેડૂતોએ જણાવ્‍યું હતું કે અમે વિકાસ વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના ભોગે થતું આર્થિક નુકસાન સહન કરી શકાય નહીં. જો તંત્ર દ્વારા આ મામલે સકારાત્‍મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવા માટે મજબૂર બનશે, સરકાર અને તંત્ર આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.

(10:39 AM IST)