તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વિસાવદરના ઝાંઝેસરમાં યુવાન પર ૧૦ શખ્સોનો હૂમલો, આંખમાં ચટણી નાંખી
કરીયાવર પ્રશ્ને વડાલના વળધ્ધ પર વેવાઈનો હૂમલો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૬: તાલુકાના ઉમરાળા ગામના રાજવીરભાઈ પીઠુભાઈ વાળા કાઠી દરબાર ઉ.વ.૨૫ નામના યુવાનનેજયેશભાઈ જગુભાઈ ચાંકસાથે આજથી સાતેક મહીના પહેલા લગ્ન પ્રસંગમા મનદુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખી ગઈકાલે યુવાન અન્ય એક વ્યક્તિ સાથે વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગામે નદીના બેઠા પુલ પાસેથી ગાડીમાં જઈ રહ્યા હતા.
ત્યારે જયેશભાઈ જગુભાઈ ચાંક, જયપાલ જયેશભાઈ ચાંક, રણજીતભાઈ જગુભાઈ ચાંક, હરેશ મંગળુભાઈ ચાંક, મંગળુભાઈ ચાંક, રણજીત મંગળું ખાદા તથા અન્ય ચાર-પાંચ શખ્સો ભયંકર હથીયારો સાથે ધસી આવ્યાં હતાં ત્યારે ગેરકાયદે મંડળી રચી જયેશ જગુએ યુવાનને ગાડી માંથી ઉતારી લાફા મારી તથા ગળુ પકડી લીધું હતું. તેમજ તમામ આરોપીઓએ યુવાન તથા તેની સાથેની વ્યક્તિને લાફા મારી મંગળુએ આંખમા ચટણી નાખી તમામ શખ્સો અલગ અલગ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
આ બનાવ અંગે વિસાવદર પોલીસે યુવાનની ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
વડાલ ગામ પાસે ડેરવાણ ચોકડી નજીક રહેતા અમરસીહભાઇ નથુભાઇ પરમાર ઉ.વ.૭૦ નામના વળદ્ધના દીકરાના અવસાન પછી પત્નીનો કરિયાવર જ્ઞાતિની હાજરીમાં આપી દીધો હતો આમ છતાં પણ જેતપુર તાલુકાના ડેડરવા ગામે રહેતા વેવાઈપલાભાઇ મનજીભાઇ વાઘેલાએ કરિયાવર પ્રશ્ને ડેરવાણ ચોકડી પાસે આવી અમરશીભાઈને લાકડી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે વળદ્ધની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
