News of Monday, 29th June 2026
જામનગરમાં રાધિકા સ્કૂલ સામે વિદેશી દારૂની 101 બોટલ સાથે રૂ. 5.71 લાખનો મુદ્દામાલ ઝડપાયો: સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
ઠેબા ચોકડી માલધારી હોટલ સામે વેગનઆર કારમાં દારૂની હેરાફેરી, કાર કિ. 5 લાખ, મોબાઈલ કિ. 15 હજાર સહિત કુલ રૂ. 5,71,500નો મુદ્દામાલ જપ્ત, આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા સ્થળ પરથી ફરાર, પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 29 : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી એ ડિવિઝન પોલીસે પ્રોહી-જુગારની ડ્રાઈવ દરમિયાન મોટી સફળતા મેળવી છે.
સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોનસ્ટે. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, પો.હેડ.કોन्स. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી તથા એ.એસ.આઈ. રવીરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની સંયુક્ત બાતમી આધારે પોલીસે ખીજડીયા બાયપાસથી ઠેબા ચોકડી માલધારી હોટલ સામેથી વોચ ગોઠવી હતી.
દરમિયાન રાધિકા સ્કૂલ સામેથી પસાર થતી વ્હાઈટ કલરની વેગનઆર ફોર વ્હીલ ગાડી રજી. નં. GJ-23-BD-9734માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-101 કિ.રૂ. 56,500, વેગનઆર કાર કિ.રૂ. 5,00,000 તથા મોબાઈલ ફોન નંગ-01 કિ.રૂ. 15,000 મળી કુલ રૂ. 5,71,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે ડ્રાઈવીંગ લાઇસન્સ, આર.સી.બુક તથા 100ના સ્ટેમ્પ પરનું વેચાણ કરાર પણ કબજે કરાયો છે.
રેઇડ દરમિયાન આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા રહે. ભાનુશાળી પરા બાળકોની સ્મશાન પાસે જામનગર વાળો બનાવ સ્થળેથી નાશી ગયો હતો. પો.હેડ.કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણીએ કાયદેસરની કાર્યવાહી કરી છે. પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢાએ આરોપી સામે ધોરણસર ફરિયાદ આપી છે. આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
આ કામગીરીમાં પીઆઈ વી.એમ.ડોડીયા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, રવીરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
