<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ડારી ટોલ બૂથ પર ભાજપના તપન દવે પર હુમલા મામલે ૧૧ આરોપી બે દિ'ના રિમાન્‍ડમાં

યુ ટયુબ પર ફેમસ લાલો આહિર નામના આરોપી તેમજ અન્‍ય આરોપી પર ભૂતકાળમાં ગુના નોંધાયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી

વેરાવળ તા. ર૩ :.. ગીર સોમનાથના વેરાવળ ડારી ટોલ બુથ પર ભાજપના નેતા તપન દવે પર હુમલા મામલે ૧૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

જેમાંથી ૧૧ ની ધરપકડ કરાઈ છે.  એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ૧૧ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પાંચ દિવસના પોલીસે રિમાન્‍ડની માંગ કરી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

યુ ટયુબ પર ફેમસ લાલો આહિર નામના આરોપી તેમજ અન્‍ય આરોપી પર ભૂતકાળમાં ગુના નોંધાયા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે

(1:11 PM IST)