News of Thursday, 5th November 2026
જેતપુરમાં મોબાઇલ અપડેટની લીંક કલીક કરતા યુવાનના ખાતામાંથી ૧.પર લાખ ઉપડી ગયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ જીઓ સ્ટોર માં નોકરી કરતા યુવાનેમોબાઈલ અપડેટ લીંક કલીક કરતા ખાતામાંથી રૂા. ૧.૫૨ લાખ ઉપડી જતા પોલીસમાં ફરીયાદ કરી છે.
શહેરના જુનાગઢ રોડ પર આવેલ જીઓ સ્ટોરમાં નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા નવસાદભાઈ સરફુદીનભાઈ મન્સૂરી (ધોરાજી) જીઓ સ્ટોર્સ ખાતે હતા ત્યારે તેના મોબાઇલમા સિસ્ટમ અપડેટની નોટિફિકેશન આવતા તે લિંક ક્લિક કરતા મોબાઈલ અપડેટ થવા લાગે જે મોબાઇલ ફરી સ્ટાર્ટ થતાં તેમાં ગૂગલ પે એકાઉન્ટમાંથી રૂ. ૫૨,૦૦૦/- તેમજ તેના ફોન પે એકાઉન્ટ કે જે તેની પત્નીના નામે ચાલતા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોય તેમાંથી રૂ. ૯૦,૦૦૦ કપાઈ ગયેલ હોવાનું નોટિફિકેશન મેસેજ મળતા નવસાદ ભાઈએ તેનું એકાઉન્ટ ચેક કરતા ગૂગલ પે માંથી કોઈ બાસુ ઠાકુર તેમજ ફોન પે માં થી વિશાલ૯૫૮૮@કે એસબીઆઈ માં તેમજ રૂ. ૧૦,૦૦૦ બી ઓ આઈ એમ ૦૯૧૫૭૨૦૦૮૨૪ક્બી ઓ આઈ માં ટ્રાન્સફર થયેલ આમ બે એકાઉન્ટ માંથી કુલ ૧,૫૨,૦૦૦ રૂ. નો મેસેજ મળતા આ અંગે બેંકમાં તપાસ કરતા બેંકમાંથી જાણવા મળેલ કે તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ હોય બંને એકાઉન્ટ ફ્રીજ કરાવી આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવેલ.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
