News of Thursday, 29th October 2026
ધોરાજીના નાગલખડા ગામે વાડીમાં જુગાર રમતી ૭ મહિલા સહિત ૧૧ પકડાયા : એલસીબીનો દરોડો
પ૦૬૮ લાખની રોકડ સહિત ૧ર.ર૯ લાખનો મુદ્દામાલ કબ્જે : સિરાજ અને જાવીદ જુગારનો હાટડો ચલાવતા'તા રાજકોટની બે મહિલા સહિત ત્રણનો સમાવેશ : જામનગર અને જુનાગઢથી જુગારીઓ રમવા આવતા'તા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ, તા. ૧ર : ધોરાજીના નાગલખડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતી ૭ મહિલા સહિત ૧૧ ને ૧ર.ર૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવ્રુતિ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલખડા ગામની સીમમાં સિરાજ નૂરમામદ સમા રહે. હાડફોડી ગામ તા. ઉપલેટા જી. રાજકોટ વાળો હાડફોડી ગામના રહીશ જાવીદભાઈ ગફારભાઈ સમા સાથે મળી ધોરાજી તાલુકાના નાગલખડા ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેઇડ કરી જુગાર રમતા (૧) સિરાજ નૂરમામદ સમા રહે. હાડફોડી દરગાહ પાસે તા. ઉપલેટા (૨) ઇમરાન આમદભાઈ મંધરા રહે. જુનાગઢ સુખનાથ ચોક કિશોરી વાડા વિસ્તાર, (૩) ધર્મેશભાઈ મનુભાઈ ગોહેલ રહે. રાજકોટ ૧૫૦ રિંગ રોડ ફોર્ચ્યુન હોટેલ પાછળ (૪) સિકંદરભાઈ હુસેનભાઈ પઠાણ રહે. જુનાગઢ ચોરખાના ચોક ભીમાવાડા વિસ્તાર. જી.જૂનાગઢ (૫) હંસાબેન વા/ઓ ધનજીભાઈ પ્રેમજીભાઈ પરમાર રહે. જામનગર ઈવા પાર્ક સોસાયટી ગ્રીન સીટી પાસે (૬) રેશ્માબેન વા/ઓ ઇમરાન આમદભાઈ મંધરા રહે. જુનાગઢ સુખનાથ ચોક કિશોરી વાડા વિસ્તાર (૭) નૈયનાબેન વા/ઓ રાજેશભાઈ બાબુલાલ બુધ રહે. જામનગર પટેલ પાર્ક શેરી નબર ૬ (૮) એકતાબેન ઉર્ફ અંકિતાબેન વા/ઓ જીગ્નેશભાઈ મણવર રહે, રાજકોટ સાધુવસવાની રોડ નંદભૂમિ ફ્લેટ નંબર ૫ (૯) રેશમાબેન વા/ઓ હારુનભાઈ ઠેબા રહે. ઉપલેટા નાયરા પેટ્રોલપંપ પાસે અલફિજા પાર્ક તા. ઉપલેટા (૧૦) વર્ષાબા વા/ઓ પુષ્પરાજસિંહ સતુભા ચુડાસમા રહે. રાજકોટ રેલવે નગર સાધુવાસવાણી રોડ સિવાલી ચોક જી. રાજકોટ
(૧૧) ભારતીબેન વા/ઓ. તુલસીભાઇ રાઠોડ રહે. જુન્ડારા વિસ્તાર મિલ પરા વિસ્તાર શેરી નંબર ૭ જી. પોરબંદરને
રોકડ રૂ. ૫,૬૮,૦૦૦/-, મોબાઈલ નંગ ૫ કી.રૂ. ૬૧,૦૦૦/-, તથા ફોરવ્હીલ કાર -૦૧ કી.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૨,૨૯,૦૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાટણવાવ પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસે જાવીદ સમા ર. હાડફોડી ગામ તા. ઉપલેટાની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ સિરાઝ સામે ઉપલેટામાં ઇમરાન સામે વંજલીમાં ૧ હંસાબેન પરમાર સામે , જામનગરમાં ૪, નયનાબેન બુધ સામે, જામનગરમાં -૪, રેશ્માબેન સામે-પ, ભારતીબેન સામે ૪ તથા નાસી છુટેલા થવી જાવીદ સામે ઉપલેટામાં અગાઉ જુગારધારાનો ૧ ગુન્હો નોંધાયો છે.
આ કાર્યવાહીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI શ્રી જે.પી.રાવ તથા PSI કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI શ્રી આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા ASI બાલકળષ્ણભાઇ ત્રિવેદી, ASI મેહુલભાઇ સુવા, HC નીલેશભાઈ ડાંગર, HC અરવિંદસિંહ જાડેજા, HC કૌશિકભાઈ જોષી, તથા વુ.પો.હેડ.કોન્સ. રેખાબેન નારણભાઇ, PC શક્તિસિંહ જાડેજા તથા ડ્રા. HC અબ્દુલભાઇ શેખ સહિતના સ્ટાફે કરી હતી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
