<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

દ્વારકા પાસે ૧૧ ખલાસીઓ દરિયામાં ફસાયાઃ નેવીને જાણ કરતા સબ સલામત

દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ નેવીને જાણ કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯: દ્વારકામાં લાઇટ હાઉસથી થોડે દૂર દરિયામાં રહેલું શિપ અને તેમાં ખલાસીઓ ફસાયાથી તંત્ર દોડતું થયું પરંતુ આ શિપમાં ૧૧ ખલાસીઓ સાથે કંડલાથી ચોખા ભરી અને વિદેશ જવા નીકળેલું  આ શીપ સલામત છે.

જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નેવીને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા શિપ કેપ્‍ટનના સંપર્ક કરીને તપાસ કરવામાં આવતા હાલ દરિયો તોફાની હોવાથી તેમણે ત્‍યાં લંગર નાખી અને મુકામ કર્યો છે તેના ખલાસીઓને દ્વારકા કાંઠે આવવું છે પરંતુ મંજૂરી ના હોય તે આવી શકયા નથી અને દરિયાની બહુ ઊંડાઇ પણ નજીક આવવાની ન હોય હાલ દરિયામાં તે વહાણ છે અને સલામત છે રેસ્‍કયુ કરવા પડે ખલાસીઓને હેલિકોપ્‍ટરથી એવી કોઇ જરૂરિયાત નથી. દરિયો થોડો શાંત થતાં પોતાના ગતવ્‍ય સ્‍થાન પર ફરી પાછી આ શિપ ચાલી જશે. 

(11:20 AM IST)