હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧૧૧ બહેનોએ દીવડાની શ્રી યમુનામૈયાની આરતી ઉતારીઃઅલૌકિક દર્શન
વૈષ્ણવ ખેલૈયાઓ માટે રાજ શૃંગાર પાર્ટી પ્લોટમાં શ્રીકૃષ્ણાશ્રય હવેલી દ્વારા આયોજિત રાસ્તોત્સવમાં ખેલૈયા અને વૈષ્ણવો ભાવવિભોરઃઆવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૬ ગૌ.શ્રી કનૈયાલાલ મહારાજ ટ્રસ્ટ અને રોયલ પાર્ક ખાતે આવેલ શ્રી કળષ્ણાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે ચાલતા રાસોત્સવમાં ગઈકાલે એક સાથે ૧૧૧૧ બહેનોએ હાથમાં દીવડા લઈ શ્રી યમુનામૈયાની આરતી ઉતારતા ઉપસ્થિત વૈષ્ણવોએ આરતીના દર્શનનો અને અલૌકિક આનંદનો અનુભવ કર્યો હતો.
ગૌ.શ્રી કનૈયાલાલ મહારાજ ટ્રસ્ટ અને શ્રીકળષ્ણાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા રાજ શળંગાર પાર્ટી પ્લોટ ખાતે વૈષ્ણવ પરિવાર માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ગઈકાલે કળષ્ણાશ્રય હવેલીના આચાર્ય શ્રી અક્ષયકુમાર મહારાજ,આચાર્ય શ્રી રમણેશકુમાર મહારાજ,શ્રી વંશીકાવહુજી અને શ્રુતિરાજાની ઉપસ્થિતિમાં ૧૧૧૧ બહેનો દ્વારા હાથમાં દીવડા લઈ યમુના મૈયાની આરતી ચાલુ કરતા સમગ્ર પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત હજારો વૈશ્ર્ણવો અત્યંત ભાવવિભોર થઈ ગયા હતા અને સૌને સાક્ષાત યમુનામૈયાની આરતી ઉતારવાનો અને નિહાળવાનો લાહવો પ્રાપ્ત થયો હતો.
ઉલ્લેખની છે કે નવરાત્રી દરમિયાન ચાલનારા આ રાસોત્સવમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે ઉપરાંત રોજ રાત્રે ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે અને રાસોત્સવના દર્શને આવતા વૈષ્ણવો માટે આયોજકો દ્વારા કલેઉ (અલ્પાહાર)ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આવતીકાલે રાસોત્સવ દરમિયાન આયોજકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ રાસોત્સવમાં જોડાવા શ્રીકળષ્ણાશ્રય હવેલીના આચાર્ય શ્રી અક્ષયકુમાર મહારાજ,આચાર્ય શ્રી રમણેશકુમાર મહારાજ,શ્રીકળષ્ણાશ્રય હવેલી, સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ અને હવેલીના સ્વયંસેવકો દ્વારા યાદીમાં જણાવ્યું છે.
આ સુંદર અને અલૌકિક રાસલીલાને સફળ બનાવવા શ્રીકળષ્ણાશ્રય હવેલીના સ્વયંસેવક ભાઈઓ અને બહેનો તથા વૈષ્ણવો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
