<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

'સોમનાથ અમૃત પર્વ' અંતર્ગત મધ્યપ્રદેશના 1185 યાત્રાળુઓનું વેરાવળ રેલવે સ્ટેશને ગરબા અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

ઢોલ-શરણાઈના સૂરે ભક્તોએ દાંડિયા સાથે ગરબા રમી વ્યક્ત કર્યો ઉત્સાહ, સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચી ખાસ ટ્રેન

ગીર સોમનાથ તા.૮ : 'સોમનાથ અમૃત પર્વ' અંતર્ગત આજે મધ્યપ્રદેશથી 1185 શ્રદ્ધાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના પરંપરાગત ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ઢોલના તાલે ગરબા અને શરણાઈના સૂરો સાથે થયેલા સ્વાગતથી શ્રદ્ધાળુઓએ પણ ઉમળકો દર્શાવ્યો હતો. યાત્રાળુઓએ દાંડિયા સાથે ગરબા રમી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

(1:17 PM IST)