<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ચામુંડાધામમાં ૧૨મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ભવ્‍ય ઉજવણી

યોગાભ્‍યાસ અને વળક્ષારોપણ દ્વારા સ્‍વાસ્‍થ્‍ય તથા પર્યાવરણનો સંદેશઃ નાયબ કલેક્‍ટર, ધારાસભ્‍ય, તા. પં પ્રમુખની પ્રેરક ઉપસ્‍થિતિમાં સામૂહિક યોગાભ્‍યાસ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૨: આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચામુંડાધામ ચોટીલા ખાતે સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણના સમન્‍વય સાથે એક ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. એન.એન. શાહ માધ્‍યમિક શાળાના મેદાન ખાતે આયોજિત આ સામૂહિક યોગાભ્‍યાસ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં નાયબ કલેક્‍ટર એચ.ટી. મકવાણા, ચોટીલાના ધારાસભ્‍ય શામજીભાઈ ચૌહાણ તથા તાલુકા પંચાયત પ્રમુખ નાથાભાઈ સંઘાણી વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. જાણીતા યોગાચાર્ય અતુલભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્‍થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્‍યાનની પદ્ધતિઓનું નિદર્શન કરાવવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે માર્ગદર્શન આપતા નાયબ કલેક્‍ટર  એચ.ટી. મકવાણાએ જણાવ્‍યું હતું કે, ‘‘યોગ માત્ર એક દિવસ પૂરતી પ્રવળત્તિ નથી, પરંતુ સ્‍વસ્‍થ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે.'' તેમણે ભારપૂર્વક કહ્યું કે આજના યુગમાં સંતુલિત જીવનશૈલી અને વ્‍યસનમુક્‍તિ અત્‍યંત અનિવાર્ય છે. યોગ શારીરિક અને માનસિક રીતે સશક્‍ત બનાવે છે તથા તણાવ અને રોગોથી મુક્‍તિ અપાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. તેમણે યુવા પેઢીને વ્‍યસનોથી દૂર રહી નિયમિત યોગ અને સકારાત્‍મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી.

યોગાભ્‍યાસના કાર્યક્રમ બાદ, પર્યાવરણ પ્રત્‍યેની જાગળતિ દર્શાવવા માટે ઉપસ્‍થિત મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો દ્વારા સંયુક્‍ત રીતે વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. યોગ અને પર્યાવરણના સંગમ સાથે આયોજિત આ કાર્યક્રમે સ્‍વસ્‍થ સમાજ અને હરિત પર્યાવરણના નિર્માણનો મજબૂત સંદેશ આપ્‍યો હતો.

આ કાર્યક્રમમાં મામલતદાર પિનાકીન મેઘાણી, ચીફ ઓફિસર, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર તેમજ વિવિધ વિભાગોના ઉચ્‍ચ અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્‍થિત સૌએ આયોજકોને અભિનંદન પાઠવ્‍યા હતા.(તસવીરઃ હેમલ શાહ)

(11:11 AM IST)