News of Thursday, 16th April 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડમાં ૧૪૦ ઉમેદવારો
૧૫ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચીઃ આપ કોંગ્રેસની પેનલો પણ તૂટીઃ વોર્ડ નંબર ૭ વોર્ડ નંબર ૧ વોર્ડ નંબર ૨ સહિતના વોર્ડમાં કોંગ્રેસ આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ૧૫૫ જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.
પરંતુ ૧૫ જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ફરજ ખેંચી લેવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ વોર્ડ નંબર ૧ થી લઇ વોર્ડ નંબર ૦૫ સુધીના વોર્ડમાં ૧૧ જેટલા ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે જેમાં અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ભાજપના ઉમેદવારોને ટેકા જાહેર કરી અને પોતાના ફોર્મ પર જ ખેંચી લેવામાં આવ્યા છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૬ થી ૯ માં ૩ જેટલા ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ પર જ ખેંચવામાં આવ્યા છે જેમાં એક ઉમેદવાર કોંગ્રેસ અને અન્ય બે ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ૧૦ થી ૧૩ વોર્ડમાં માત્ર એક ઉમેદવાર કે જેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમના દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે એટલે ૧૪૦ જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોને કે જ્યાં બાજી પલટી રહી છે તેવા ઉમેદવારોને પરત ખેંચવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર મામલતદાર કચેરી વઢવાણ પ્રાંત કચેરી અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં વહેલી સવારથી ભાજપના નેતાઓ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને ઉમેદવારો ફોર્મ ખેંચે અને બિનહરીફ થાય તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ વોર્ડ બિનહરીફ નથી થયો. પરંતુ વોર્ડ નંબર સાત વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે સહિતના વોર્ડમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે.
કોંગ્રેસે ૩૦ જેટલા ઉમેદવારોને રાજસ્થાન નજીક રિસોર્ટમાં રાખ્યા તે છતાં પણ ૦૫ ઉમેદવારો જતા રહ્યા
મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૭ જેટલા ઉમેદવારો મળ્યા હતા અને તેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે ઉમેદવારો તૂટે નહીં તે માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટ્રાવેલ્સ બાંધી અને રાજસ્થાન નજીક આબુ રોડ ઉપર આવેલા રિસોર્ટમાં રાખી દેવામાં આવ્યા હતા અને ત્યાં તેમના તમામના ફોન પણ બંધ કરી નાખવામાં આવ્યા હતા તે છતાં પણ ખાતરી આપનાર ઉમેદવારોને સુરેન્દ્રનગર રાખવામાં આવ્યા હતા, પરંતુ ખાતરી આપનાર ઉમેદવારો પણ તૂટયા છે પાંચ જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની ના પાડી છે અને ભાજપમાં પણ ભળી જવા અંગેની કવાયત શરૂ કરી છે. કોંગ્રેસના ૪૨ જેટલા ઉમેદવારો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે, પરંતુ ૧૬ એપ્રિલે સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી લડવા અને પ્રચાર માટે ઉતારવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો બચાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવામાં આવ્યા તે છતાં પાંચ ઉમેદવારો તૂટયા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
